Neighbourhood Diplomacy: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વડા બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ભારત તરફથી મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે, જેથી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં સંવેદનશીલતા અને પાડોશી ધર્મનું પાલન દર્શાવવામાં આવ્યું છે.

Neighbourhood Diplomacy: 80 વર્ષની વયે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ખાલિદા ઝિયા છેલ્લા લાંબા સમયથી લિવર સંબંધિત બીમારી, ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડાઈ રહ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. BNPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું હતું કે ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસના એક મહત્વના અધ્યાયનો અંત આવ્યો છે.
Neighbourhood Diplomacy: હવે પુત્ર તારિક રહેમાન સંભાળશે BNP
ખાલિદા ઝિયાના નિધન બાદ હવે BNPની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. શેખ હસીના શાસનકાળ દરમિયાન જેલની સજાના ભયને કારણે તેઓ દેશ બહાર રહ્યા હતા, પરંતુ 17 વર્ષ બાદ તાજેતરમાં બાંગ્લાદેશ પરત ફર્યા હતા.
પતિના અવસાન બાદ રાજકારણમાં પ્રવેશ
30 મે, 1981ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ જનરલ ઝિયાઉર રહેમાનની ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન બાદ તેમણે BNPનું નેતૃત્વ સંભાળ્યું અને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેમણે બાંગ્લાદેશના રાજકારણમાં એક પ્રબળ અને પ્રભાવશાળી નેતા તરીકે પોતાની ઓળખ બનાવી.
ભારતનો સંવેદનશીલ સંદેશ
વિદેશ મંત્રી જયશંકરની અંતિમ સંસ્કારમાં હાજરી ભારત તરફથી સંવેદનશીલતા, સન્માન અને પાડોશી દેશ સાથેના સંબંધોને મહત્વ આપવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. આ પગલું બંને દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધોમાં મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.


