Home Desh Indian Railways Offers :નવા વર્ષે ભારતીય રેલવેની ભેટ: જનરલ ટ્રેન ટિકિટ હવે...

Indian Railways Offers :નવા વર્ષે ભારતીય રેલવેની ભેટ: જનરલ ટ્રેન ટિકિટ હવે થશે વધુ સસ્તી

0
372
Indian Railways
Indian Railways

Indian Railways Offers :નવા વર્ષના આગમન સાથે જ ભારતીય રેલવેએ સામાન્ય મુસાફરોને મોટી રાહત આપી છે. જનરલ કોચમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ટિકિટના ભાડામાં સીધો ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યો છે. રેલ મંત્રાલયના નવા નિર્ણય મુજબ, જો મુસાફરો ‘RailOne’ એપ દ્વારા ઓનલાઇન જનરલ ટિકિટ બુક કરાવશે, તો તેમને ટિકિટના ભાવમાં 3 ટકાની ખાસ છૂટ મળશે.

Indian Railways Offers :14 જાન્યુઆરી 2026થી મળશે ડિસ્કાઉન્ટ

Indian Railways Offers

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ખાસ ઓફરની શરૂઆત 14 જાન્યુઆરી 2026થી થશે. જનરલ કોચ માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવતા મુસાફરોને આપમેળે ટિકિટના ભાડામાં જ ડિસ્કાઉન્ટ મળશે, જેથી મુસાફરી વધુ કિફાયતી બનશે.

Indian Railways Offers :છ મહિના માટે પ્રાયોગિક ધોરણે અમલ

આ ડિસ્કાઉન્ટ યોજના પ્રાયોગિક ધોરણે છ મહિના માટે લાગુ કરવામાં આવી છે.

  • શરૂઆત: 14 જાન્યુઆરી 2026
  • અંત: 14 જુલાઈ 2026

રેલવે આ સમયગાળા દરમિયાન યોજનાની અસર અને પ્રતિસાદનો અભ્યાસ કરશે.

કોઈપણ ડિજિટલ પેમેન્ટ પર મળશે છૂટ

Indian Railways Offers

હવે સુધી માત્ર R-Wallet દ્વારા પેમેન્ટ કરવા પર 3 ટકાનું કેશબેક મળતું હતું. પરંતુ નવા નિયમ મુજબ હવે મુસાફરો
UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેંકિંગ જેવા કોઈપણ ડિજિટલ પેમેન્ટ માધ્યમથી ચૂકવણી કરશે તો તેમને સીધો 3 ટકાનો ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે કેશબેક નહીં, પરંતુ ટિકિટના ભાવમાં જ તરત ઘટાડો થશે.

ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવાનો હેતુ

રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

  • ટિકિટ બારીઓ પર થતી ભીડ ઘટાડવી
  • વધુમાં વધુ લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વાળવા

મહત્વનું છે કે આ વિશેષ છૂટ માત્ર ‘RailOne’ એપ પર જ ઉપલબ્ધ રહેશે. અન્ય કોઈ એપ કે પ્લેટફોર્મ પર આ ડિસ્કાઉન્ટ લાગુ નહીં પડે. સાથે સાથે R-Wallet દ્વારા મળતું જૂનું કેશબેક પણ યથાવત રહેશે.

નવા વર્ષે રેલવેની આ પહેલથી કરોડો જનરલ મુસાફરોને સીધો લાભ મળશે અને ડિજિટલ ઇન્ડિયાને પણ વધુ વેગ મળશે.

આ પણ વાંચો :Neighbourhood Diplomacy:પૂર્વ બાંગ્લાદેશ PM ખાલિદા ઝિયાનું નિધન, અંતિમ સંસ્કારમાં જશે વિદેશ મંત્રી જયશંકર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે