NEET 2024  : NEET પરીક્ષા વિવાદ વધુ વકર્યો,  IMA જુનિયર ડૉક્ટર્સ નેટવર્કે CBI તપાસની કરી માંગ

0
125
NEET 2024
NEET 2024

NEET 2024 : NEET પરીક્ષાને લઈને સમગ્ર દેશમાં સર્જાયેલો હોબાળો જોઈને સવાલો ઉભા થવા લાગ્યા છે કે શું NEET UG પરીક્ષાનું પરિણામ રદ કરીને NEET UG પરીક્ષા ફરી એકવાર લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે જ્યારે મે મહિનામાં NEET UG પેપર યોજાઈ રહ્યા હતા, ત્યારે ઘણી જગ્યાએ પેપર લીક થયાના અહેવાલો આવ્યા હતા, ત્યારે પણ ઘણા ઉમેદવારોએ તેને રદ કરીને ફરીથી પેપર કરાવવાની માંગ કરી હતી પરંતુ તે સમયે તેના પર કંઈ કરવામાં આવ્યું ન હતું. હવે પરિણામ આવી જતાં ફરી એકવાર આ મામલો ગરમાયો છે.

1 55

NEET 2024  : IMA જુનિયર ડૉક્ટર્સ નેટવર્કે NEET 2024 માં કથિત અનિયમિતતાઓની CBI તપાસની માંગ કરી છે, જે દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા છે અને “તમામ વિદ્યાર્થીઓ માટે ન્યાયી અને પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે” પુનઃપરીક્ષાની પણ વિનંતી કરી છે.  IMA જુનિયર ડૉક્ટર્સ નેટવર્કે NTAને લખેલા પત્રમાં તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં જોવા મળેલી કથિત અનિયમિતતાઓ અને વિસંગતતાઓને લઈને વિરોધ ઉઠાવ્યો છે. 

24

NEET 2024  :  IMA જુનિયર ડૉક્ટર્સ નેટવર્કે પત્રમાં તમામ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ અને પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ફરીથી પરીક્ષાની પણ વિનંતી કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે “કેટલાક વિદ્યાર્થીઓએ 718 અને 719 માર્કસ મેળવ્યા છે, જે આંકડાકીય રીતે શંકાસ્પદ છે.”પત્રમાં લખવામાં આવ્યું છે કે, “આ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ માટે કોઈ નિર્ધારિત તર્ક નથી. વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ મુજબ કોઈ સૂચિ શેર કરવામાં આવી નથી.”

26

NEET 2024  :  આ સિવાય ડૉક્ટરોના સંગઠને એવો પણ આરોપ લગાવ્યો છે કે NEET 2024નું પેપર ઘણી જગ્યાએ લીક થયું છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “ઘણા વિદ્યાર્થીઓએ તેમના OMR ની તુલનામાં તેમના સ્કોરકાર્ડ પર અલગ-અલગ માર્કસ મેળવ્યા છે. વધુમાં, કુલ 67 વિદ્યાર્થીઓએ 720 માંથી સંપૂર્ણ 720 ગુણ મેળવ્યા છે, જે અત્યંત શંકાસ્પદ છે.   “સામાન્ય રીતે, ક્યારેક ફક્ત ત્રણથી ચાર વિદ્યાર્થીઓ જ આટલા માર્ક મેળવી શકતા હોય છે.

4 26

આ સિવાય ડૉક્ટરોના સંગઠને આગળ કહ્યું, “અમે NEET 2024 માં ઉપરોક્ત અનિયમિતતાઓની CBI તપાસની માંગ કરીએ છીએ. અમે તમામ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ અને પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે ફરીથી પરીક્ષાની પણ વિનંતી કરીએ છીએ. ભારતની શિક્ષણ પ્રણાલીનું ભવિષ્ય આવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ પર નિર્ભર છે.” વિશ્વાસ છે કે તમે અમારી અરજી પર ગંભીરતાથી વિચાર કરશો.

NEET 2024  :  શું છે સમગ્ર મામલો  ?

5 15

NEET 2024  :  વર્ષ 2024માં લગભગ 24 લાખ બાળકોએ NEETની પરીક્ષા આપી હતી, જેમાંથી 13 લાખથી વધુ પાસ થયા હતા. આમાં ખાસ વાત એ છે કે આ વખતની NEET પરીક્ષાના પરિણામમાં 67 બાળકો ટોપર જાહેર થયા છે. આ ટોપર્સને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. કેટલાક બાળકોને 718 અને 719 સુધીના નંબર મળ્યા છે. જે બાદ NEET પરિણામને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. ઘણા લોકોએ પરિણામોને લઈને પરીક્ષા આયોજક એજન્સી NTAને પણ ભીંસમાં મૂકી દીધી છે, જોકે NTAએ તેના આરોપો અંગે સ્પષ્ટતા પણ આપી છે. તે પછી પણ કેટલાક ઉમેદવારોએ NEETના પરિણામને લઈને મધ્યપ્રદેશ હાઈકોઈમાં અરજી કરી છે.

અગાઉ જ્યારે NEET પરીક્ષા 5મી મે 2024ના રોજ લેવામાં આવી હતી. તે સમયે, રાજસ્થાનના એક પરીક્ષા કેન્દ્ર પર UG પેપર લીક થયાના અહેવાલો આવ્યા હતા, ત્યારબાદ કેટલાક ઉમેદવારોએ NEET UG પરીક્ષાના પેપર લીકને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જુલાઈમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હવે જ્યારે NEETનું પરિણામ આવી ગયું છે, ત્યારે કેટલાક ઉમેદવારોએ આ અંગે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી કરી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો