નીરજ ચોપરા વર્લ્ડ મેલ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત

0
67
નીરજ ચોપરા વર્લ્ડ મેલ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત
નીરજ ચોપરા વર્લ્ડ મેલ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત

નીરજ ચોપરા વર્લ્ડ મેલ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત

એવોર્ડની જાહેરાત 11 ડિસેમ્બરે કરવામાં આવશે

11 ખેલાડીઓને વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા

ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા એ પાંચ એથ્લેટ્સમાં જોડાયો છે જેમને વર્લ્ડ મેલ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. વર્લ્ડ એથ્લેટીક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષે ચાર દેશોના પાંચ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. નીરજ ઉપરાંત અંતિમ પાંચ એથ્લેટ્સની યાદીમાં અમેરિકાના રેયાન ક્રાઉઝર (શોટ પુટ), સ્વીડનના મોન્ડો (પોલ વૉલ્ટ), કેન્યાના કેલ્વિન કિપ્ટમ (મેરેથોન) અને અમેરિકાના નોહ નાઇલ્સ (100 અને 200 મીટર)નો સમાવેશ થાય છે. એવોર્ડની જાહેરાત 11 ડિસેમ્બરે કરવામાં આવશે. ભારતના સ્ટાર જેવેલીન થ્રોઅર નીરજ ચોપરા માટે આ વર્ષ અત્યાર સુધી શાનદાર રહ્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તે વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. નીરજ ચોપરાને ‘વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ 2023 માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ વખતે વિશ્વભરમાંથી 11 ખેલાડીઓને વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 11મી ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે. નીરજે ઓગસ્ટમાં હંગેરીના બુડાપેસ્ટમાં રમાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ મહિનામાં નીરજ ચોપરાએ 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે 88.88 મીટરનું અંતર કાપીને ગોલ્ડ જીત્યો હતો. નીરજ ચોપરાએ છેલ્લી એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ