NCP : શરદ પવારને મોટો ફટકો, ચૂંટણી પંચે અજિત પવાર જૂથને ગણી અસલી NCP

0
158
NCP
NCP

NCP  : મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. આ નિર્ણય દિગ્ગજ  રાજકારણી અને અજીતના કાકા શરદ પવાર માટે મોટો ફટકો છે.

NCP

ચૂંટણી પંચે કહ્યું છે કે અજિત પવારનું જૂથ વાસ્તવિક NCP છે. પંચે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે શરદ પવાર જૂથને નવું નામ અને ચૂંટણી ચિહ્ન 7 ફેબ્રુઆરીએ ફાળવવામાં આવશે. ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરદ પવારને તેમના નવા રાજકીય પક્ષનું નામ આપવા માટે વિશેષ આદેશ આપ્યો છે.

જુલાઈ 2023માં, અજિત 40 NCP ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા. તેમને ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા હતા. શરદના બળવા પછી અજિતે દાવો કર્યો હતો કે એનસીપીમાં તેમની બહુમતી છે. તેથી પાર્ટીના નામ અને ચિહ્ન પર તેમનો અધિકાર છે.

NCP

અજિતે 30 જૂને ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીને એનસીપી પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હનો દાવો કર્યો હતો. બીજી તરફ, શરદ પવારે પાર્ટી છોડનારા 9 મંત્રીઓ સહિત 31 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી.

NCP : અજિત જૂથ હવે શું કરી શકે?


ચૂંટણી પંચનું કહેવું છે કે, અજિત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

NCP  : 6 મહિનાથી ચાલતો હતો વિવાદ

NCP


અજિત પવારને તેમના કાકા શરદ પવાર સાથે અસલી એનસીપીને લઈને 6 મહિનાથી વિવાદ ચાલતો હતો. સપ્ટેમ્બર 2023માં અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે પવારની એનસીપીમાંથી અલગ થઈને શિંદે-ભાજપ સાથે મળી ગયા હતા અને સરકાર રચી હતી જેમા તેઓ ડેપ્યુટી સીએમ બન્યાં હતા. શરદ પવાર જૂથે આ મામલે ચૂંટણી પંચમા પડકાર્યો હતો અને પોતાને જ અસલી NCP  ગણાવી હતી જેની પર આજે ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો હતો.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.