નૌકાદળના વડા આર હરિ કુમારે પાકિસ્તાન અને ચીનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારનું કહેવું છે કે નેવી આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહી છે અને 2047 સુધીમાં ભારતીય નૌકાદળ સંપૂર્ણપણે આત્મનિર્ભર થઈ જશે. નેવી ચીફે ચીન અને પાકિસ્તાનના વધતા પડકાર પર પણ વાત કરી અને કહ્યું કે હિંદ મહાસાગરમાં પડકારો સતત વધી રહ્યા છે. નેવી ચીફે એમ પણ કહ્યું કે હિંદ મહાસાગરમાં સર્વેલન્સ વધારી દેવામાં આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ચીન 50 પ્લેટ ફોર્મ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ