નવસારી શહેરમાં બેફામ સ્ટંટબાજી કરતો યુવક #stunt #navsari #navsaripolice #citystunt

0
58

નવસારી શહેરમાં બેફામ સ્ટંટબાજી કરતો યુવક ઝડપાયો છે. #stunt #navsari #navsaripolice – ટ્રાફિક પોલીસે ગણતરીના કલાકોમાં જ સ્ટંટબાજને શોધી કાઢ્યો છે. કાલિયાવાડીથી ગ્રીડ રોડ સુધી મોપેડ પર ખતરનાક સ્ટંટ કરતો આ યુવાન સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

નવસારી : કાલિયાવાડીથી ગ્રીડ રોડ સુધી બેફામ સ્ટંટબાજી કરતો યુવક ઝડપાયો

જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેને શોધી કાઢ્યો છે. પોલીસ તપાસમાં આ યુવાન કબીલપોર વિસ્તારમાં રહેતો રવિશંકર ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, રવિશંકર વિજલપોરથી દૂધની ડિલિવરી કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તામાં ચાલુ મોપેડે જોખમી સ્ટંટ કર્યા હતા.

ટ્રાફિક પોલીસે ગણતરીના કલાકોમાં સ્ટંટબાજને શોધી કાઢ્યો

આ ઘટનાની જાણ થતા જ નવસારી ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે યુવાનની ઓળખ મેળવી અને તેની ધરપકડ કરી હતી. પોલીસે યુવાન વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

નવસારી શહેરમાં બેફામ સ્ટંટબાજી કરતો યુવક #stunt #navsari #navsaripolice

યુવાન કબીલપોરમાં રહેતો રવિશંકર ગુપ્તા હોવાનો ખુલાસો

પોલીસે સ્ટંટબાજ યુવકની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે