નવસારીઃચાલતી કારમાં લાગી આગ

0
145

કમોસમી વરસાદ બાદ ગરમીનો પાર ઉંચકાયો છે..ગરમીના કારણે કારમાં આગ લાગવાના પણ બનાવો બને છે.એક આવોજ બનાવ સામે આવ્યો છે નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર આલીપોર બ્રીજ પાસે ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.સદનસીબે આગમાં સવાર તમામ લોકો તકેદારી દાખવીને બહાર આવી ગયા હતાં. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ગણદેવી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયસો હાથ ધર્યા હતા. બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.