નવજોત સિંહ સિદ્ધુને ઝટકો, Z+ હટાવીને Y કેટેગરીની સુરક્ષા અપાઈ

0
173

નવજોત સિંહસિદ્ધુની સિક્યોરિટીને લઈને મહત્વના સમાચાર સામે  આવ્યાં છે. કોંગ્રેસ નેતા નવજોત સિંહસિદ્ધુની ની Z+ સિક્યોરિટી હટાવીને Y કેટેગરીની સિક્યોરિટી કરી દેવામાં આવી છે. વર્ષ 2022માં સિદ્ધુને રોડ રેજ કેસમાં 1 વર્ષની સજા સંભળાવામાં આવી હતી. આ સજા શનિવારે પૂરી થઈ ગઈ છે..ત્યારે  સિદ્ધુની સિક્યોરિટી ઘટાડી દેવામાં આવી છે.. નવજોત સિંહ સિદ્ધુ પંજાબની રાજનીતિમાં મોટું નામ માનવામાં આવે છે. તેઓ હંમેશા લાઈમલાઈટમાં રહ્યા છે ભાજપમાંથી ત્રણ વખત લોકસભાની ચૂંટણી લડ્યા બાદ પણ તેમણે કોંગ્રેસમાં જોરદાર એન્ટ્રી કરી હતી .પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શુક્રવારે અને સિદ્ધુને મળ્યા હતા. શમશેર સિંહ દુલ્લો, લાલ સિંહ, મોહિન્દર કેપી અને વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા સિદ્ધુને મળવા પટિયાલા જેલ પહોંચ્યા હતા.