સનાતન ધર્મના સંતોએ લીધો નિર્ણય
ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી નૌતમ સ્વામીની હકાલ પટ્ટી
સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામી સામે સંતોમાં જ આક્રોશ
અખિલ ભારતીય સંત સમિતિએ કરી હકાલ પટ્ટી
ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કરવામાં આવી છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાળંગપુર મામલે વિવાદ વકરી રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ સતત વધી રહ્યો છે, હવે આ મામલે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદથી હકાલ પટ્ટી કરવામાં આવી છે. નૌત્તમ સ્વામિને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદે હટાવવા માટેની માંગ ઉઠી હતી, હવે આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારીની લખનઉમાં બેઠક મળી હતી. આ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કરવામાં આવી છે.
સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે સંત સમાજ ઉપરાંત હવે કિન્નર સમાજ પણ આ વિરોધમાં જોડાયો છે. રાજકોટમાં કિન્નર સમાજે ચીમકી ઉચ્ચારી કે ભીંતચિત્રો દૂર નહીં કરવામાં આવે તો જોયા જેવી થશે. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મનો વિરોધ કરે છે, સ્વામિનારાયણ ધર્મ અઢીસો વર્ષ જુનો છે, જ્યારે સનાતન ધર્મ અને હનુમાન દાદા આદિ અનાદિકાળથી છે.
આજથી ક્યારે સ્વામિનારાયણ મંદિરમાં નહિ જઈએ : સંતો
અમે શાસ્ત્રને કોર્ટમાં રજૂ કરીશું: મોહક ગંગાદાસ
સાળંગપુર મંદિરના ભીત ચિત્રોના વિવાદ પર સંતોનો નિર્ણય
અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સંતોની બેઠક મળી
સાળંગપુર મંદિરના ભીત ચિત્રોના વિવાદને લઈને આજે અમદાવાદના સાણંદ હાઇવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં છે. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ ફેલાયો છે. આજે સાધુ-સંતો અને હિન્દુ સંગઠન ભેગા થઈ તમામ વ્યૂહરચના બનાવશે. આજની સાધુ-સંતોની બેઠકમાં વિવિધ મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાંક નિર્ણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ