National Minimum Wage: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લઘુતમ વેતન અંગે છે. સરકાર એ નક્કી કરી શકે છે કે, દેશના લોકોને ઓછામાં ઓછું કેટલું વેતન મળશે. લઘુતમ વેતન નક્કી થઈ ગયા બાદ કોઈ પણ કામ માટે તેમને ઓછા પૈસા નહીં મળશે. 6 વર્ષ બાદ હવે લઘુતમ વેતન વધવાની આશા છે. વર્ષ 2017માં પહેલી વખત લઘુતમ વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. આ લઘુતમ વેતન વધારવા માટે હવે સરકાર માત્ર પેનલની ભલામણની રાહ જોઈ રહી છે.
National Minimum Wage : એક અહેવાલ પ્રમાણે દેશમાં લઘુતમ વેતન વધી શકે છે. અધિકારીઓની ધારણા છે કે 2021 થી એસપી મુખર્જીની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ભલામણો આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા લાગુ કરવામાં આવી શકે છે. સૂત્રોનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે જૂન 2024 સુધીના ત્રણ વર્ષના કાર્યકાળ માટે રચાયેલી સમિતિ પોતાનો રિપોર્ટ સોંપવા જઈ રહી છે. આ રિપોર્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને તેને અંતિમ રૂપ આપવામાં આવશે.
National Minimum Wage : લઘુતમ વેતન ખૂબ જ ઓછું છે
હાલના સમયમાં દેશમાં લઘુતમ વેતન 176 રૂપિયા પ્રતિદિન છે જે ખૂબ જ ઓછું છે. આટલા ઓછા પૈસાથી આખા પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય છે. એક મોટી વસ્તી ઓછા પૈસામાં જીવનનો ગુજારો તો કરી શકે છે પરંતુ જ્યારે પરિવારને સ્વાસ્થ્ય અથવા અન્ય કોઈ કારણોસર સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિ એવી પણ આવી જાય છે કે, પરિવાર દેવામાં ડૂબી જાય છે. ઘણી વખત લોકોને તેમના ખેતરો, ઘરેણાં અથવા તો તેમના મકાનો વેચવા માટે મજબૂર થવું પડે છે.
National Minimum Wage : 50 કરોડ લોકો પર થશે અસર
2021માં આ માટે એક સમિતિની રચના કરાઈ હતી, જેના અધ્યક્ષ એસ.પી. મુખર્જી છે. સમિતિને ભલામણો કરવા માટે જૂન 2024 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે, સમિતિનો રિપોર્ટ ક્યારે આવે અને કેન્દ્ર સરકાર તેની ભલામણોને કેટલી હદે લાગુ કરે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સમિતિની બેઠકનો છેલ્લો તબક્કો યોજાવા જઈ રહ્યો છે. તેની અસર ભારતના 50 કરોડ લોકો પર થશે. દેશમાં કરોડોની સંખ્યામાં એવા કામદારો છે જેઓ ખૂબ જ ઓછી કમાણી કરે છે. તેમને તેમની મહેનત પ્રમાણે વેતન નથી મળતું. તેમાં મોટા ભાગના અસંગઠિત ક્ષેત્રમાં છે.
National Minimum Wage : કેન્દ્ર સરકારે અગાઉ નક્કી કરેલા રૂ. 176ના લઘુતમ વેતનના નિયમનું પાલન કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી. તે પોતે પણ નક્કી કરી શકે છે. હવે જો સરકાર લઘુતમ વેતન નક્કી કરશે તો તમામ રાજ્યોએ તેનો સ્વીકાર કરવો જ પડશે. વર્ષ 2019માં અનૂપ સતપથિની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ લઘુતમ વેતન વધારીને 375 રૂપિયા કરવાની ભલામણ કરી હતી પરંતુ તેનો અમલ કરવામાં નહોતો આવ્યો. તેનું કારણ એ હતું કે તે વધારે હતું. તે સમયે, 176 રૂપિયા પ્રતિ દિવસ અને 375 રૂપિયા પ્રતિ દિવસ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ થવાની આશા છે.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने