NARMADA RAIN  :  નર્મદા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જાણો જીલ્લામાં વરસાદ અને ડેમની સ્થિતિ

0
117
NARMADA RAIN
NARMADA RAIN

NARMADA RAIN  :   નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જિલ્લાના પાંચે તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં જન જીવન પર તેની માંઠી અસર જોવા મળી રહી છે, ત્યારે સમગ્ર પંથકમાં હાલ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે

NARMADA RAIN

NARMADA RAIN  :   નર્મદા જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પાંચેય તાલુકામાં વરસાદ વરસતા વરસાદી માહોલ જામ્યો છે, જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ સરેરાશ 8 ઇંચ વરસાદ અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે નર્મદા જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો હાલ ખુશ ખુશાલ થયા છે, રાજપીપલા શહેરમાં સ્ટેશન રોડ, દરબાર રોડ અને કાછીયાવાડ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની ઘટના બનતી આવી છે, જોકે સદનસીબે નર્મદા જિલ્લામાં અત્યાર સુધી વરસાદને લઈને કોઈ જાનમાલને નુકશાન થયું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી, ત્યારે આવો જોઈએ નર્મદા જિલ્લાના વરસાદી આંકડા અને જળાશયોની સ્થિતિ..

NARMADA RAIN

NARMADA RAIN  :   નર્મદા જિલ્લા વરસાદી આંકડા

1. ગરુડેશ્વર તાલુકામાં 24 કલાકમાં  80 મિમી વરસાદ નોંધાયો  

2. ડેડીયાપાડા તાલુકામાં 24 કલાક દરમિયાન 15 મિમી વરસાદ નોંધાયો  

3. તિલકવાળા તાલુકામાં 24 કલાક દરમિયાન 30 મિમી વરસાદ  

4. નાંદોદ તાલુકામાં 24 કલાક દરમિયાન 16 મિમી વરસાદ

 5. સાગબારા તાલુકામાં 24 કલાક દરમિયાન 30 મિમી વરસાદ  

 NARMADA RAIN  :  નર્મદા જીલ્લાના તમામ ડેમની સ્થિતિ

NARMADA RAIN

 1. નર્મદા ડેમની હાલની સપાટી 123.14 મીટર નોંધાઇ

2. કરજણ ડેમની  હાલની સપાટી 102.38 મીટર નોંધાઇ  

3. કાકળી આંબા ડેમ હાલની સપાટી 178.95 મીટર નોંધાઇ  

4. ચોપડવાવ ડેમ હાલની સપાટી 181.4 મીટર નોંધાઇ

5. નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 14.9 મીટર નોંધાયું

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો