એસ જી હાઇવે ઉપર નબીરાએ કર્યો અકસ્માત, નવ ના લીધા જીવ

0
95
અક્માત
અકસ્માત

અમદાવાદના S G હાઈવે પર થયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી, એક પોલીસકર્મી સહિત 9 લોકોના મોત થયા છે. અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી  અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ એક શખ્સે ગાડીમાંથી આવીને ત્યાં હાજર ટોળાને બંદૂક બતાવી ડરાવ્યાં હોવાની વાતે પણ ચર્ચા જગાવી છે. આખરે કોણે બતાવી બંદૂક? શું અકસ્માત બાદ આરોપી પુત્રને બચાવવા ટોળા સામે બિલ્ડર બાપે કાઢી બંદૂક? આ એક મોટો સવાલ છે. 

વીઆર લાઇવની ટીમે જ્યારે આ ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં હાજર લોકોએ એવું પણ જણાવ્યું હતુંકે, રાત્રે જ્યારે આ અકસ્માત થયો ત્યારે અચાનાક એ ગાડી આવી હતી. જેમાંથી એક શખ્સે બંદૂક બતાવીને ટોળા સાથે દાદાગીરી કરી હતી. એટલું જ નહીં તે શખ્સ અકસ્માત કરનાર યુવકને ફટાફટ પોતાની કારમાં બેસાડીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છેકે, અકસ્માત બાદ તથ્યએ પોતાના ઘરે ફોન કર્યો હતો. ટોળા દ્વારા તેને માર મારવામાં આવી રહ્યો હોવાની વાત કરી હતી. 

જેથી અકસ્માતની ગણતરીની મિનિટોમાં જ કાર ચાલક નબીરાના તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાની ગાડી લઈને પુત્રને બચાવવા આવ્યાં હતાં. ટોળાને જોઈને પુત્રને છોડાવવા માટે પ્રજ્ઞેશ પટેલે બંદૂક કાઢીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે, આ ઘટના અંગે જ્યારે અમારી ટીમે ખુદ આરોપીના પુત્ર પ્રજ્ઞેશ પટેલને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતુંકે, આ વાત સાવ ખોટી છે.

શું દિકરાને બચાવવા તમે લોકોને બંદૂક બતાવી ડરાવ્યાં હતા?
કાર ચાલક આરોપી તથ્યના પિતા અને જાણીતા બિલ્ડર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, એ બધી વાતો ખોટી બનાવેલી છે. મીડિયા આખી વાતને શું સ્વરૂપ આપે એ મને ખબર નથી. પણ જ્યારે મને અકસ્માતની જાણ થઈ ત્યારે તરત હું રાત્રે ત્યાં સ્થળ પર દોડી આવ્યો હતો. હું ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ત્યાં 500 લોકોનું ટોળું હતું. પબ્લિક મારા છોકરાને મારી રહી હતી. તેથી મેં એને છોડાવ્યો. તથ્યને પણ ઈજા પહોંચી હતી. ત્યારે હું પબ્લિક વચ્ચેથી તેને લઈને હોસ્પિટલ લઈ ગયો. મેં કોઈને ઘન કે બંદૂક બતાવી નથી.