Home Gujarat Vadodara મુસ્લિમ વેપારીને હિન્દુ વિસ્તારમાં દુકાન હાઈકોર્ટની લાલ આંખ #hindu #muslim #highcourt #religious...

મુસ્લિમ વેપારીને હિન્દુ વિસ્તારમાં દુકાન હાઈકોર્ટની લાલ આંખ #hindu #muslim #highcourt #religious #fight #muslimshops

0
418

હિન્દુ વિસ્તારમાં દુકાન #hindu #muslim #highcourt #religious #fight #muslimshops – કોઈપણ નાગરિકને તેના કાયદેસરના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં તેમ કહેતા ગુજરાત હાઈકોર્ટે ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સરકારની જવાબદારી છે. વડોદરામાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં એક મુસ્લિમ વેપારી ઉનાલી ઢોલકાવાલાને દુકાન ખોલતા રોકવામાં આવતા તેમણે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી.

મુસ્લિમ વેપારીના હિન્દુ વિસ્તારમાં દુકાન વિરોધ મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ

ન્યાયાધીશ એચ.ડી. સુથારની બેન્ચે ઢોલકાવાલાને રાહત આપતા અધિકારીઓને આ વિવાદનો ઉકેલ લાવવા અને અરજદાર તેની દુકાનનું સમારકામ કરી વ્યવસાય શરૂ કરી શકે તે માટે તેને સુરક્ષા પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. ઢોલકાવાલાએ જણાવ્યું કે તેમણે 2016માં વડોદરાના ચાંપાનેર દરવાજા વિસ્તારમાં બે હિન્દુ ભાઈઓ પાસેથી દુકાન ખરીદી હતી. આ વિસ્તાર ગુજરાત અશાંત ધારા કાયદા, 1991 હેઠળ આવે છે, જ્યાં મિલકતની ખરીદ-વેચાણ માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી જરૂરી હોય છે.

મુસ્લિમ વેપારીને હિન્દુ વિસ્તારમાં દુકાન ખોલતા અટકાવાયો

આ કારણે તેમને 2020માં હાઇકોર્ટની મદદ લઈને વેચાણના દસ્તાવેજો રજિસ્ટર કરાવવા પડ્યા હતા. જોકે, દસ્તાવેજો રજિસ્ટર થયા બાદ પણ કેટલાક સ્થાનિક લોકોએ મુસ્લિમને દુકાન વેચવાનો વિરોધ કર્યો અને આ સોદો રદ કરવાની માગણી કરી. તેમનું કહેવું હતું કે આનાથી વિસ્તારનું વસ્તી સંતુલન બગડી શકે અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ શકે છે. ફેબ્રુઆરી 2023માં હાઇકોર્ટે દુકાનો વિરોધ કરનારા લોકોના વાંધા ફગાવી દીધા હતા.

હાઇકોર્ટે વિરોધ કરનારા હિન્દુઓને ફટકાર્યો દંડ

હાઈકોર્ટે બે વિરોધ કરનારાઓ પર 25,000-25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેઓ જાણીજોઈને ઢોલકાવાલાને તેમની કાયદેસર ખરીદેલી મિલકતનો ઉપયોગ કરતા અટકાવી રહ્યા છે. આ નિર્ણય સામેની અપીલ પણ ફગાવી દેવાઈ હતી. તેમ છતાં, સ્થાનિક લોકોએ ઢોલકાવાલાને દુકાનનો ઉપયોગ કરવા દીધો નહીં. નિરાશ થઈને ઢોલકાવાલાએ ફરી હાઇકોર્ટનો સંપર્ક કર્યો અને પોલીસ સુરક્ષાની માગણી કરી.

તેમણે કોર્ટને જણાવ્યું કે તેમણે અનેકવાર પોલીસ પાસે સુરક્ષા માગી, પરંતુ કોઈ મદદ મળી નહીં. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે રાજ્યની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોને તેમના કાયદેસર અધિકારોનો લાભ લેવામાં મદદ કરે અને આવા અવરોધો દૂર કરે. કોર્ટે વહીવટીતંત્રને ઝડપથી કાર્યવાહી કરી ઢોલકાવાલાને દુકાનનો ઉપયોગ કરવાની સુવિધા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો.

મુસ્લિમ વેપારીને હિન્દુ વિસ્તારમાં દુકાન હાઈકોર્ટની લાલ આંખ #hindu #muslim #highcourt #religious #fight #muslimshops

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે