Munawar Farooqui: મુનવ્વર ઈકબાલ ફારુકી એક ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન, રેપર અને ગાયક છે. 2022 માં, તેણે કંગના રનૌતનો રિયાલિટી ટીવી શો ‘લોક અપ સીઝન 1’ જીત્યો હતો. 2023 માં, તેણે બિગ બોસ 17 માં ભાગ લીધો અને વિજેતા તરીકે ઉભરી આવ્યો છે. અનેક ઉતાર-ચઢાવથી ભરેલી છે આ ‘બીગ બોસ 17’ ના વિજેતા (Munawar Farooqui) ની જીંદગી…
સંઘર્ષ અને દુઃખ ભર્યું હતું બાળપણ
ફારુકીનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં 28 જાન્યુઆરી 1992ના રોજ એક સામાન્ય ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેના જીવનમાં સંઘર્ષ બાળપણથી જ શરૂ થયો હતો. તેના પિતાએ ભારે દેવા હેઠળ આવી ગયા. આર્થિક સંકડામણને કારણે તેણે Munawar Farooqui 5મા ધોરણ પછી શાળા છોડી દીધી. ઘરના ખર્ચને પહોચી વળવા માટે તેણે નાની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કર્યું.
તેનું ઘર 2002ના ગુજરાત રમખાણોમાં ધ્વસ્ત થઈ ગયું હતું. તે (Munawar Farooqui) હજી બાળક હતો, તે ગિફ્ટ શોપમાં કામ કરતો હતો અને બાદમાં તેની માતા અને દાદી સાથે સમોસા અને ચકરી બનાવવા અને વેચવામાં જોડાયો હતો.
તેઓ જ્યારે 16 વર્ષના થયા ત્યારે તેમણે તેમનાં માતાને ગુમાવ્યાં હતાં. મુનવ્વરના પિતા તેમને અને તેમની ત્રણ બહેનોને મુંબઈ લાવ્યા હતા અને જીવન નવેસરથી શરૂ કરવા માગતા હતા. મુંબઈ આવ્યા બાદ તેઓ ડોંગરી વિસ્તારમાં રહેવાનું શરૂ કરે છે. પરંતુ ફરીથી કિસ્મત તેમનો સાથ આપતી નથી અને મુંબઈ આવ્યા બાદ તરત જ તેમના પિતા પથારીવશ થઈ જાય છે. માત્ર 17 વર્ષની ઉંમરે મુનવ્વરે તેમના સમગ્ર પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી.
જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે તેની માતાનું આત્મહત્યાથી મૃત્યુ થયું હતું. તેની માતાના મૃત્યુ પછી, તે તેની કાકીની વિનંતી પર મુંબઈમાં સ્થળાંતર થયો. 2020 માં, તેમના પિતા લકવાગ્રસ્ત થયા પછી મૃત્યુ પામ્યા.
પોતાની આજીવિકા ચલાવવા માટે મુનવ્વરે નાના-મોટા જે કામ મળ્યા તે તો કર્યા જ સાથે તેને માટીકામની દુકાનમાં કામ કર્યું. કૉમ્પ્યુટરનો કોર્સ કર્યો અને ગ્રાફિક ડિઝાઇનિંગ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, તેમણે પોસ્ટરો પર છપાયેલી વન-લાઇનર પંચલાઇન લખવાનું શરૂ કર્યું અને લખતી વખતે તેમને સમજાયું કે તેઓ સ્ટૅન્ડઅપ કરી શકે છે.
2020માં મુનવ્વરે યૂટ્યુબની દુનિયામાં પગ મુક્યો અને તેમની નવી સફર શરૂ કરી. તેમણે પોતાનો પહેલો સ્ટૅન્ડઅપ વીડિયો ‘પૉલિટિક્સ ઇન ઇન્ડિયા’ના નામે અપલોડ કર્યો. આ વીડિયો હિટ થયો અને તે રાતો-રાત લોકપ્રિય થઈ ગયા.
Munawar Farooqui: અંગત જીવન અને અફેર
ફારુકીએ 2017માં જાસ્મિન સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન 2022માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા, આ લગ્નથી ફારુકીને પાંચ વર્ષનો પુત્ર પણ છે.
ડિસેમ્બર 2021 થી, તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુંએસર નાઝિલા સીતાશીને ડેટ કરી રહ્યો હતો. બિગ બોસમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેનાર, તેની ભૂતપૂર્વ લવ પાર્ટનર આયેશા ખાને તેના અને સીતાશીને એક સાથે ડેટ કરવાનો અને અનેક મહિલાઓ સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો.
તલાક પહેલા પણ ‘લોક અપ સીઝન 1’માં તે (Munawar Farooqui) કચ્ચા બાદમથી ફેમસ થયેલ અંજલી અરોડાની નજીક આવવા લાગ્યો હતો. એટલું જ નહિ તે સમયે #Mujali પણ ટ્રેન્ડમાં આવ્યું હતું.
આ તે જ સમય હતો તેના તલાકનો કેસ કોર્ટમાં હતો સાથે-સાથે તે નાઝિલા સાથે પણ રિલેશનશીપ હતો અને ‘લોક અપ સીઝન 1’માંથી બહાર આવ્યા બાદ તેને નાઝિલા સાથેના આ રિલેશનની ઓફિસિયલ જાહેરાત કરી હતી.
હિંદુ ભાવનાને આહત કરવાનો કેસ
વર્ષ 2021માં તેઓ મધ્યપ્રદેશમાં પરફૉર્મ કરી રહ્યા હતા. ત્યાં તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
તેઓ 35 દિવસ સુધી જેલમાં રહ્યા, ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા. જેલમાંથી બહાર આવ્યા બાદ મુનવ્વર વધુ ચર્ચામાં આવ્યા હતા. વર્ષ 2022માં, રિયાલિટી શો લૉકઅપનો ભાગ બન્યા અને તે શોનું ટાઇટલ જીત્યું. આ રિયાલિટી શો જીત્યા બાદ મુનવ્વરની લોકપ્રિયતામાં વધુ વધારો થયો હતો.
એક સાંજે, જ્યારે હિંદુ રાષ્ટ્રવાદીઓનું એક જૂથ મધ્ય પ્રદેશના શહેર ઇન્દોરના કાફેમાં આવ્યું ત્યારે બધું બદલાઈ ગયું, તેમાંથી એક બળજબરીથી સ્ટેજ પર આવ્યો અને કહેવા લાગ્યો કે મુનવ્વર મુસ્લિમ છે, તેના (Munawar Farooqui) પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
હિંદુ રાષ્ટ્રવાદીઓનું એક જૂથે ફારુકીએ એપ્રિલ 2020 માં યુટ્યુબ પર એક મજાક કરતો વિડીયો અપલોડ કર્યો હતો તેને લઈને વિરોધ કરી રહ્યા હતા. જેમાં તે વ્યાપકપણે પૂજાતા હિંદુ દેવતા રામ અને તેમની પત્ની સીતાનો સંદર્ભ આપે છે. આ વિડીયોમાં ફારુકીએ લોકપ્રિય બોલિવૂડ ગીત ટાંકીને શરૂઆત કરી જેમાં એક મહિલા તેના પ્રેમીના પરત આવવાની ઉજવણી કરે છે. પછી પંચલાઈન આવે છે: “રામજી તમારા પ્રિય..” આ વિડીયોમાં હિન્દુઓની લાગણી દુભાવવાનો આરોપ લાગ્યો હતો.
જો કે તેણે (Munawar Farooqui) આ મજાક પર ખેદ વ્યક્ત કર્યો હતો, જેને યુટ્યુબ પરથી ઘણા સમય પહેલા હટાવી દેધો હતો, તેણે હિંદુ રાષ્ટ્રવાદીઓનું એક જૂથનું ધ્યાન દોર્યું હતું કે તે આ અંગે સજા પણ ભોગવી ચુક્યો છે. થોડી વાર પછી, ઘુસણખોરે ફારુકીની માફી સ્વીકારી લીધી અને સ્ટેજ પરથી નીચે ગયો.
BB17 Winner: ટ્રોફીની સાથે આ રકમ મળશે
‘બિગ બોસ’ની 17’મી સીઝનના વિજેતા (BB17 Winner)ની ટ્રોફી મુનવ્વર ફારૂકીએ પોતાના નામ કરી લીધી છે.
મુનવ્વરને ઈનામની રકમ તરીકે 50 લાખ રૂપિયા અને એક ચમકતી બ્રાન્ડ નવી ક્રેટા કાર મળી છે અને એક ભવ્ય ટ્રોફી પણ આપવામાં આવી છે
BB17 Winner: બિગ બોસ 17 વિજેતા મુનાવર, ફારૂકીએ વિજેતા ટ્રોફી પોતાના નામ કરી
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने