MumbaiRains : ગુજરાતમાં મેઘરાજાના તાંડવ બાદ માયાનગરી મુંબઈમાં મેઘરાજા મહાતાંડવ કરી રહ્યા છે, મુંબઈમાં 6 કલાકમાં જ 11.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ઘૂંટણ સુધીનાં પાણી ભરાયાં છે. ભારે વરસાદને કારણે લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેનનાં પૈડા થંભી ગયાં છે.
MumbaiRains : મુંબઈમાં ગઈકાલ રાતથી મુશળધાર વરસાદ ચાલુ થયો છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. કિંગ્સ સર્કલ પહેલાં સાયન, માટુંગા, ગાંધી માર્કેટ આ વિસ્તારો જળમગ્ન થયા છે. કલ્યાણ-કસારા સેક્શન અને ખડાવલી અને ટિટવાલા વચ્ચે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને રવિવારે લોકલ ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ હતી.
MumbaiRains : રેલ્વે વ્યવહારને ભારે અસર
ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. ભારે વરસાદ અને ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ રેલવે લાઇન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયાં છે. લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો અને લોકલ ટ્રેનો વિવિધ સ્થળોએ રોકાઈ ગઈ છે.
MumbaiRains : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે સ્થાનિક રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઉપ નગરીય ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે થાણે, પાલઘર અને રાયગઢ અને આસપાસના વિસ્તારોના લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનને મુંબઈકરોની લાઈફલાઈન માનવામાં આવે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો