MSP : આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA) એ નાણાકીય વર્ષ 2024-25 માટે તમામ રવી પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ઘઉં સહિત 6 રવિ પાકો માટે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (Minimum Support Prices) MSP એટલે કે ટેકાના ભાવ જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.150 વધારીને રૂ. 2,275 ક્વિન્ટલ કર્યા હતા. અન્ય 5 રવિ પાક જવ, ચણા, મસૂર, સરસવના MPS માં પણ વધારો કરવામાં આવ્યો છે. 18 ઓક્ટોબરે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
2024-25 : રવિ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ (Minimum Support Prices : MSP)
Crops | MSP RMS 2023-24 | MSP RMS 2024-25 | Increase in MSP (વધારો) |
Wheat – ઘઉં | 2125 | 2275 | 150 |
Barley – જવ | 1735 | 1850 | 115 |
Gram – ચણા | 5335 | 5440 | 105 |
Lentil – મસૂર | 6000 | 6425 | 425 |
Rapeseed & Mustard – સરસવ | 5450 | 5650 | 200 |
Safflower – કુસુમ | 5650 | 5800 | 150 |
જો કે કોંગ્રેસે ઘઉંની Minimum Support Prices માં વધારા અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે કહ્યું કે, ઘઉંનો બજાર ભાવ હાલ રૂ.2600 છે, જયારે સરકારે ઘઉંના ટેકાના ભાવમાં માત્ર રૂ.150 વધારરો કરીને રૂ.2275 કર્યા છે, જે ખેડૂતો સાથે મજાક છે.
“MSPમાં 119% વધારો આ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન થયો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેમાં માત્ર 57% નો વધારો થયો હતો, જે બજાર કિમંત કરતા ઓછો છે. આજના સમયમાં MSPમાં વધારો એક અનિવાર્યતા છે, તેને પણ વડાપ્રધાન ઉપકાર તરીકે રજૂ કરી રહ્યા છે.”
– કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ
કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે કેન્દ્ર સરકારને સવાલો પૂછતાં કહ્યું કે સયુક્ત કિસાન મોરચાની Minimum Support Prices માટે કાયદેસર ગેરંટીની માંગનું શું થયું? શા માટે મધ્યપ્રદેશમાં સોયાબીન MSP નીચે વેચાઈ રહ્યું છે? શા માટે સરકાર સસ્તા ખાદ્ય તેલની આયાત કરી રહી છે, જે આ વર્ષે 17 મિલિયન ટનને વટાવી જશે – જે અત્યાર સુધીનો સૌથી વધુ છે? વડાપ્રધાનના મિત્રો દ્વારા અંગત ખરીદી વધી રહી છે ત્યારે આ બાબત વધુ મહત્વની છે. આ સવાલો પર વડાપ્રધાન ક્યારે મૌન તોડશે?
દેશ, દુનિયાના વધુ સમાચાર વાંચવા – અહી કલિક કરો –