msdhoni : IPL ના એક દિવસ પહેલા જ ધોની એ છોડી ચેન્નઈની કપ્તાની, આ ખેલાડી હશે ચેન્નઈનો કેપ્ટન  

0
191
msdhoni 
msdhoni 

msdhoni  :  IPL ના ચાહકો અને ધોનીના ચાહકો માટે એક મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી શરુ થતી IPL ની સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કપ્તાન મહેન્દ્રસિંહ ધોની નહિ રહે. એની જગ્યાએ બેટર ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ ની કપ્તાની કરતો જોવા મળશે.    

msdhoni  : IPL 2024થી પહેલા ચેન્નઈ સુપરકિંગ્સે તમામને ચોંકાવતા નવા કપ્તાનની જાહેરાત કરી દીધી છે. મોટા સમાચાર એ છે કે, એમએસ ધોનીએ અચાનક કેપ્ટન્સી છોડી દીધી છે અને હવે ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈના નવા કપ્તાન બનાવ્યા છે. ધોની પાછલી સીઝન ચેન્નઈની પાંચમી વાર આઈપીએલ જિતાડી હતી અને હવે તેણે ટીમની કપ્તાની ગાયકવાડને સોંપી દીધી છે.

msdhoni 

msdhoni  : ધોનીએ ચેન્નઈને પાંચ વાર આઈપીએલનો ખિતાબ જીતાડ્યો સાતે સાથે તેમણે ટીમને પાંચ વાર ફાઈનલમાં જગ્યા અપાવી. તે એકમાત્ર કપ્તાન છે, જે 10 આઈપીએલ ફાઈનલ રમ્યો છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ 2010, 2011,2018,2021 અને 2023માં ચેમ્પિયન બની છે. તો વળી 2008,2012,2013,2015 અને 2019માં તેણે ટીમને ફાઈનલ સીધી પહોંચાડી છે.

msdhoni  : આ પહેલા જાડેજા અને રૈના પણ ચેન્નઈના કેપ્ટન રહી ચુક્યા છે

msdhoni 

msdhoni  : તમને જણાવી દઈએ કે 27 વર્ષીય સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમના ચોથા કેપ્ટન હશે. ધોની ઉપરાંત આ પહેલા રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશીપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી છે. જાડેજાએ 8 અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી, જ્યારે IPL 2022માં પણ ચેન્નાઈની ટીમે એક દિવસ પહેલા નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું પગલું બેકફાયર થયું હતું. જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જાડેજાનું પોતાનું પ્રદર્શન પણ નકામું હતું. ત્યારબાદ જાડેજાના સ્થાને ધોનીએ મધ્ય સિઝનમાં ફરીથી કેપ્ટન તરીકે જવાબદારી સંભાળવી પડી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો