Ms dhoni : ધોનીના દોસ્તે જ આપ્યો દગો, ધોનીને 15 કરોડનો લગાવ્યો ચૂનો, આખરે ધોનીએ નોંધાવી ફરિયાદ  

0
303
Ms dhoni
Ms dhoni

Ms dhoni : દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ આર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દિવાકરે વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે 2017માં ધોની સાથે કરાર કર્યો હતો. તે તેની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયો છે. ધોનીએ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

Ms dhoni
Ms dhoni

દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને તેના નજીકના મિત્રોએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ નામના આ લોકો  ધોનીના બિઝનેસ પાર્ટનર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીએ હવે રાંચીની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. દિવાકરે ગ્લોબલ ક્રિકેટ એકેડમી ચલાવવા માટે 2017માં ધોની સાથે કરાર કર્યો હતો પરંતુ તે કરારની શરતોને વળગી રહ્યો ન હતો.

Ms dhoni
Ms dhoni

આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટની શરતો મુજબ, ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવા અને નફાના નાણાં વહેંચવા માટે બંધાયેલું હતું, પરંતુ કથિત રીતે તેમ કર્યું ન હતું. વારંવાર રિમાઇન્ડર હોવા છતાં, કરારની શરતોની કથિત અવગણના કરવામાં આવી હતી, જેના કારણે ધોનીએ 15 ઓગસ્ટ, 2021ના રોજ ફર્મને આપવામાં આવેલ ઓથોરિટી પત્રને રદ કર્યો હતો. ધોનીએ ઘણી કાનૂની નોટિસ પણ મોકલી હતી , પરંતુ કંઈ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નહોતો, જેથી આખરે મેહેન્દ્રસિંહ ધોનીએ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

Ms dhoni
Ms dhoni

Ms dhoni : બંને મિત્રોએ સાથે મળીને ક્રિકેટ એકેડમી ખોલવાની યોજના બનાવી હતી

Ms dhoni : તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોની અને મિહિર દિવાકર વચ્ચે ઘણા સમયથી સારી મિત્રતા હતી.  બંનેએ સાથે મળીને ક્રિકેટ એકેડમી ખોલવાની યોજના બનાવી હતી. પરંતુ ધીમે-ધીમે બંને વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વિવાદના સમાચાર આવવા લાગ્યા, ત્યારબાદ સમગ્ર વિવાદનો અંત ન આવતા આખરે મહેન્દ્રસિંહ ધોનીએ ફરિયાદ દાખલ કરી હતી.  

તમે આ પણ વાંચી શકો છો

Deepika Padukone :  આ મસ્તાની બાઈ પાસે છે આટલી મોટી સંપતિ