સાંસદ મહુઆ મોઇત્રાને મળી મહત્વની જવાબદારી

0
164
સાંસદ મહુઆ મોઇત્રાને મળી મહત્વની જવાબદારી
સાંસદ મહુઆ મોઇત્રાને મળી મહત્વની જવાબદારી

સાંસદ મહુઆ મોઇત્રાને મળી મહત્વની જવાબદારી

મમતા બેનર્જીએ મોઇત્રાને કૃષ્ણનગરના જિલ્લા પ્રમુખ બનાવ્યા

મમતા બેનર્જીએ મોઇત્રાને કૃષ્ણનગરના જિલ્લા પ્રમુખ બનાવ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રાના શિરે મહત્વની જવાબદારી આપી છે. મોઇત્રાની પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક કરતા તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. એક બાજુ લોકસભા ચૂંટણીને લઈ ટીએમસી પાર્ટી પણ વ્યસ્ત છે તેવા જ સમયે સંગઠનમાં આ ફેરફાર કરાયો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને કૃષ્ણનગર (નદિયા ઉત્તર)ના પાર્ટી જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વાસ્તવમાં, આ દિવસોમાં મહુઆને લાંચ લેવામાં અને સંસદમાં પ્રશ્નો પૂછવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમની પાર્ટીએ તેમને આ નવી જવાબદારી સોંપી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જીએ મોઇત્રાને કૃષ્ણનગર (નદિયા ઉત્તર) જિલ્લાના પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. મહુઆએ આના પર મમતા બેનર્જીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મને કૃષ્ણનગર (નદિયા ઉત્તર)ના જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા બદલ મમતા દીદી અને તૃણમૂલ કોંગ્રેસનો આભાર. હું હંમેશા કૃષ્ણનગરના લોકો માટે પાર્ટી સાથે કામ કરીશ.

નિશિકાંત દુબેએ ખુલાસો કર્યો હતો

આ પહેલા બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મહુઆએ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ભેટ લીધી હતી. નિશિકાંતે આ આરોપો મહુઆના જૂના મિત્ર અને વકીલ જય અનંત દેહદરાઈ દ્વારા લખેલા પત્રના આધારે લગાવ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ