માતાએ નવજાત દિકરીનું નામ રાખ્યું બિપરજોય !

0
188

બિપરજોય વાવાઝોડુ એટલે વિનાશનો પર્યાય,,પણ એક બિપરજોય એવી પણ છે જેનું જન્મ સર્જન માટે થયુ છે, જી હા તમને થશે આ વડી શુ નવી વાત છે ,,તો તમને બતાવીએ કે કચ્છના જખૌ શેલ્ટર હોમમાં રહેલી એક મહિનાની દિકરી નું નામ માતાએ બિપરજોય રાખ્યું છે, અને નામ કરણની ઉજવણી પણ થઇ  રહી છે,,

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાથી હવે થોડે જ દૂર છે પરંતુ તે પહેલા જ તેના નામ પરથી દિકરી નો જન્મ થઈ ચૂક્યો છે. ગુજરાતની મહિલાએ તેની એક મહિનાની દિકરી નું નામ ‘બિપરજોય’ રાખવાનું નક્કી કર્યું છે. જે વાવાઝોડુ આજે સાંજ સુધીમાં કચ્છના દરિયાકાંઠે પહોંચવાની તૈયારીમાં છે. આ પરિવાર પણ બિપરજોયથી પીડિત છે અને વાવાઝોડાના ડરથી ઘર છોડવું પડ્યું હતું. હાલ યુવતીનો પરિવાર કચ્છ જિલ્લાના જખૌમાં શેલ્ટર હોમમાં રહે છે. કચ્છમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ દિકરી નું નામ વાવાઝોડા પરથી રાખવામાં આવ્યું હોય. આ એક મહિનાની દિકરી પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. અગાઉ તિતલી, ફાની અને ગુલાબ વાવાઝોડાના નામ પરથી બાળકોના નામ રાખવામાં આવ્યા છે. આ વખતે ચક્રવાતનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે અને તેને વિશ્વ હવામાન સંસ્થા સાથે સંકળાયેલા દેશોએ સ્વીકાર્યું છે. હવામાન સંસ્થાના જણાવ્યા પ્રમાણે આવા વાવાઝોડાના તોફાનની અસર એક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહી શકે છે. ચક્રવાત બિપરજોય પણ બે થી ત્રણ દિવસ ચાલુ રહેવાની શક્યતા છે.

ભારતમાં અગાઉ પણ મહામારીઓ અથવા ઘટનાઓ પરથી નામ રાખવામાં આવી ચૂક્યા છે. આ અગાઉ કોરોના મહામારીમાં યુપીના ગોરખપુર જિલ્લાના એક પરિવારે પોતાની દીકરીનું નામ કોરોના રાખવામાં આવ્યુ હતું. આ ઉપરાંત આંધ્રના કડપ્પા જિલ્લામાં પણ બે બાળકોના નામ આ જ વાયરસ પર રાખવામાં આવ્યા હતા. કેટલાક પરિવારોએ તો એવું પણ કહ્યું કે, તેમણે બાળકોના નામ કોરોના પરથી એટલા માટે રાખ્યા કારણે કોરોના મહામારીએ આખા વિશ્વને એક કરી દીધુ. આટલું જ નહીં ત્રિપુરામાં ફસાયેલા રાજસ્થાનના એક પરિવારે પોતાના પુત્રનું નામ લોકડાઉન રાખ્યું હતું. આવો જ એક કિસ્સો યુપીનો પણ હતો જ્યારે મુંબઈથી યુપી આવતા એક પરિવારે ટ્રેનમાં જન્મેલા બાળકનું નામ લોકડાઉન રાખ્યું હતું.

ગુજરાતમાં કચ્છ, મોરબી, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં ચક્રવાત બિપરજોયની અસર શરૂ થઇ ગઇ છે. ભારે વરસાદ સાથે પૂરપાટ ઝડપે આંધી ચાલી રહી છે. દ્વારકામાં ઝાડ ધરાશાયી થઇ ગયા છે. સરકાર અને તંત્ર ખડેપગ એલર્ટ મોડ પર છે. ચક્રવાત બિપરજોયના પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં રિવ્યૂ મીટીંગ બોલાવી છે. 

હવામાન વિભાગ ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે હાલમાં તે 115-125 કિલોમિટર પ્રતિકલાક ની ઝડપે ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના કચ્છમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે, વધુ ભારે વરસાદની સંભાવના છે. મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે.

હવામાન વિભાગે એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા માટે ચક્રવાતને લઇને રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જખૌ પોર્ટ પર વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આઇએમડીએ કહ્યું કે ચક્રવાત બિપરજોયની લેન્ડફોલ પ્રક્રિયા સૌરાસઃટ્ર અને કચ્છમાં ક્ષેત્રમાં શરૂ થઇ ગઇ છે. મધરાત્રે લેન્ડફોલ પ્રક્રિયા ચાલી રહેશે. 

વાવાઝોડાનું બહારનું વાદળોના આવરણથી ઢંકાયેલું માળખું ગુજરાતના દરિયાકિનારે અથડાઈ ગયું છે. ત્યારે તેની અસર પણ દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો. અને એટલે જ ગુજરાત માટે આજે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક  બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. 

ઉલ્લેખનીય છે કે, વરસાદ અંગે મોટા ભાગના દરિયાઇ કિનારાના વિસ્તારો સાથે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે વાવાઝોડાને કારણે સૌથી વધારે અસર ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને દ્વારકામાં અત્યારથી જ તોફાની વરસાદ શરૂ થઇ ચુક્યો છે. હવામાન વિભાગના અનુસાર અત્યાર સુધીમાં પોરબંદરમાં 17 મીમી, નાલિયામાં 17 મીમી, ભુજમાં 12 મીમી, કંડલામાં 12 મીમી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા ની અસરને પગલે હવે દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ સાથે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વાવાઝોડાને કારણે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. 

રાજ્યની અનેક શાળાઓમાં રજા જાહેર કરાઇ 
વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે, મોરબી જિલ્લામાં 2 દિવસ શાળાઓ બંધ રહેશે, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન રજા રહેશે, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે અને ગીરસોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે. 

બનાસકાંઠાની તમામ શાળાઓ રહેશે બંધ
વાવાઝોડાની અસરને કારણે 16 અને 17 જૂને બનાસકાંઠાની તમામ શાળાઓ બંધ રહેશે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદ અને પવનને લઈને નિર્ણય લેવાયો છે. વાવાઝોડાની શક્યતાઓ વચ્ચે શિક્ષણ અધિકારીએ આ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સાવચેતી અને સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. 

શુક્રવારે પણ બંધ રહેશે દ્વારકાધીશ મંદિર
ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. દ્વારકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે તારીખ 16 જૂન શુક્રવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે મંદિરમાં શ્રીજીની સેવા- પૂજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પૂજારીઓ દ્વારા ચાલુ રહેશે. શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ www.dwarkadhish.org તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. જેની સૌ ભાવિક ભક્તજનોને નોંધ લેવા જણાવ્યું છે.

દરિયાના પ્રચંડ મોજામાં માંડ બચ્યા મંત્રી પરસોત્તમ રૂપાલા
ભારત સરકારના ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાને બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકામાં બચાવ કામગીરી અને રાહત કામગીરીની જવાબદારી સોંપાઈ છે. વાવાઝોડાની સ્થિતિ વચ્ચે દરિયાકિનારે મંદિરની અંદર ઘૂંટણ સુધી દરિયાના પાણીની વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.

તેઓ આજે સવારે દરિયા કિનારે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેઓ દરિયા દેવને નમન કરી બહાર નીકળી રહ્યા હતા, તે વખતે દરિયામાંથી પ્રચંડ લહેર ઉઠી હતી. દરિયા કિનારે આવેલું પ્રચંડ મોજુ તેમને સ્પર્શી ગયુ હતું. આવામાં રૂપાલાને શરીરનુ સંતુલન જાળવવુ પણ મુશ્કેલ બન્યુ હતું. આવી સ્થિતિમાં તેઓ પોતાના સાથીદારો સાથે ઝડપભેર પાણીના પ્રવાહ વચ્ચે બહાર નીકળી ગયા હતા. આ દ્રષ્ય ત્યા હાજર સૌ કોઈને સ્તબ્ધ કરી દે તેવુ હતું. કારણ કે, રૂપાલાનો જીવ માંડ માંડ બચ્યો હતો.