રાજ્યમાં આજે 9 લાખથી વધુ વિદ્યાર્થી આપશે જુનિયર કલાર્કની પરીક્ષા

0
51

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે  જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું  છે. પોરે 12.30 કલાકથી લઈને 01.30 કલાક સુધી  આ પરીક્ષા યોજાશે. ત્રણ હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.તમામ કેન્દ્રોના ક્લાસરૂમ CCTVથી સજ્જ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એસટી નિગમ તરફથી છ હજાર બસોની  વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ચુસ્ત  સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવાઇ તેવી સધન વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. .કેન્દ્રોમાં પરીક્ષાલક્ષી સાહિત્ય લઇ જવા પર પ્રતિબંધ સહિતની સૂચના પરીક્ષાર્થીઓને આપવામાં આવી છેય જો પરીક્ષાખંડમાં પરીક્ષાર્થી પાસેથી મોબાઈલ કે સ્માર્ટવોચ મળશે તો જપ્ત  કરવામાં અને પછી પરત ન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.