3 વર્ષમાં 13.13 લાખથી વધુ યુવતીઓ- મહિલાઓ ગુમ થઈ, NCRBના આંકડાથી સંસદમાં ઘટસ્ફોટ,જાણો ગુજરાતની શુ સ્થિતિ છે

0
151
મહિલાઓ
મહિલાઓ

મણિપુરમાં બે મહિલા ઓ ની નગ્ન પરેડને હજુ સુધી દેશ ભૂલ્યો નથી. દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા એકત્રિત કરાયેલા આંકડાઓ ગત અઠવાડિયે જ સંસદમાં રજૂ કરાયા હતા. આ આંકડાઓથી માહિતી મળી છે કે આખા દેશમાં 2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલા ઓ ગુમ થઈ હતી. ત્યારે ભારતમાં મહિલા ઓ પ્રત્યે વધતા અપરાધ ચિન્તાનો વિષય છે, મહિલાઓના વધતા અપરાધમાં ભાજપ શાસિત મધ્ય પ્રદેશ નંબર વન ઉપર છે,

મહિલા-છોકરીઓનો ગુમ થવાનો આંકડો ચોંકાવનારો 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશભરમાં 2019થી 2021 વચ્ચે 18 વર્ષથી વધુ વયની 10,61,648 મહિલાઓ અને તેનાથી નાની વયની 2,51,430 છોકરીઓ ગુમ થઈ હતી. સંસદમા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર સૌથી વધુ મહિલાઓ મધ્યપ્રદેશમાંથી ગુમ થઈ. તેના પછી બીજા ક્રમે પ.બંગાળ આવે છે. 

મધ્યપ્રદેશ આ મામલે ટોચે 

આંકડા અનુસાર મધ્યપ્રદેશમાં 2019 અને 2021 વચ્ચે 1,60,180 મહિલાઓ અને 38,234 છોકરીઓ ગુમ થઈ છે. જોકે આ સમયગાળા દરમિયાન પ.બંગાળથી કુલ 1,56,905 મહિલાઓ અને 36,606 છોકરીઓ ગુમ થઈ હતી. મહારાષ્ટ્રમાં પણ આ દરમિયાન 1,78,400 મહિલાઓ અને 13,033 છોકરીઓ ગુમ થઇ હતી. 

આવી ઘટનાઓ અટકતી કેમ નથી? 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NCRBના આંકડાના હવાલાથી જણાવ્યું કે ઓડિશામાં આ ત્રણ વર્ષમાં 70,222 મહિલાઓ અને 16,649 છોકરીઓ ગુમ થઈ હતી. જોકે છત્તીસગઢથી 49,116 મહિલાઓ અને 10,817 છોકરીઓ ગુમ થઇ હતી. 

દિલ્હીમાં પણ ઘટનાઓ વધી 

મહિલાઓના ગુમ થવા મામલે રાષ્ટ્રીય રાજધાની પણ પાછળ નથી. આ મુદ્દત દરમિયાન અહીં 61,054 મહિલાઓ અને 22,919 છોકરીઓ ગુમ થઇ છે. તમે છતાં કેન્દ્ર સરકારે સંસદમાં દાવો કર્યો હતો કે આખા દેશમાં મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલાં ભર્યા છે. 

મણિપુરમાં બે મહિલા ઓ ની નગ્ન પરેડને હજુ સુધી દેશ ભૂલ્યો નથી. દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા એકત્રિત કરાયેલા આંકડાઓ ગત અઠવાડિયે જ સંસદમાં રજૂ કરાયા હતા. આ આંકડાઓથી માહિતી મળી છે કે આખા દેશમાં 2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલા ઓ ગુમ થઈ હતી. ત્યારે ભારતમાં મહિલા ઓ પ્રત્યે વધતા અપરાધ ચિન્તાનો વિષય છે, મહિલાઓના વધતા અપરાધમાં ભાજપ શાસિત મધ્ય પ્રદેશ નંબર વન ઉપર છે,

મહત્વની વાત એ છે કે ગુજરાતમાં સ્થિતિ સારી છે,, એટલે કે ગુજરાત ટોપ ટેનથી બહાર છે,