વધુ એક બ્રિજ તૂટ્યો, હળવદમાં 1 વર્ષ પહેલા જ બનેલો પુલ ધરાશાયી

0
208
Bridge Collapsed: હળવદમાં 1 વર્ષ પહેલા જ બનેલો પુલ ધરાશાયી
Bridge Collapsed: હળવદમાં 1 વર્ષ પહેલા જ બનેલો પુલ ધરાશાયી

Morbi bridge collapsed: દેશ અને રાજ્યમાં પુલ પાડવાની વાતો હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ગુજરાતમાં માત્ર એક વર્ષ પહેલા બનેલો બ્રિજ ધરાશાયી થયો છે, પુલે નદીમાં શરણાગતિ સ્વીકારતા તંત્રની પોલ ખુલી ગઈ છે.

ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર પુલ અને પુલિયા નબળી કામગીરીના કારણે તૂટી પડતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં વધુ એક પુલ ધરાશાયી થયો છે. મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો. નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાશાયી થઇ ગયો હતો. ભારે વરસાદને કારણે પુલ ધોવાઇ ગયો હતો જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી.

Bridge Collapsed: હળવદમાં 1 વર્ષ પહેલા જ બનેલો પુલ ધરાશાયી
Bridge Collapsed: હળવદમાં 1 વર્ષ પહેલા જ બનેલો પુલ ધરાશાયી

Morbi bridge collapsed: વર્ષ પહેલા બનેલો બ્રિજ તૂટી પડ્યો

હળવદના કોઇબા ગામ પાસે બ્રિજ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. કોઇબાથી નવા કોઇબા માટેનો રસ્તો છે ત્યા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો.  કોઇબાની એક હજારની વસ્તીને આવવા જવા માટેનો એક જ રસ્તો હતો તે બ્રિજ તૂટી જતા ગામના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિજના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ભ્રષ્ટાચાર કેટલો થયો હશે તેનો જીવતો જાગતો પુરાવો જોવા મળી રહ્યો છે.

નબળી કામગીરીના લીધે અવારનવાર આવી રીતે ટૂંકા સમયની અંદર નવા બાંધકામો તૂટતા હોય તેવું અનેક વખત સામે આવ્યું છે. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર સામે આકરા પગલાં લેવામાં આવ્યા હોય તેવું આજ દિવસ સુધી જોવા મળ્યું નથી.

  • છોટાઉદેપુર જિલ્લાના શિહોદ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 56 પરનો બ્રીજ ક્ષતિગ્રસ્ત થતાં બંધ કરાયો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો