Monsoon : ઉનાળો તેના અંતિમ તબક્કામાં , આગામી 5 દિવસ રાજ્યભરમાં ગરમીને લઈને કોઈ એલર્ટ નહિ

0
202
Monsoon
Monsoon

Monsoon : રાજ્યમાં ઉનાળો હવે તેના અંતિમ તબક્કામાં છે. આગામી સપ્તાહથી રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટીવીટીની શરૂઆત થઇ જશે, છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યની જનતા ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરી છે. જે મુજબ આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.

Monsoon

Monsoon : રાજ્યના કોઈપણ જિલ્લામાં હીટવેવ અથવા ગરમીને લઈને કોઈ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. આથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે.  હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે, અરબ સાગરમાં સમુદ્રી હિલચાલ સર્જાવાને કારણે 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Monsoon :25-30 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Monsoon


Monsoon : રાજ્યમાં આગામી સપ્તાહથી પ્રી-મોન્સુન એક્ટીવીટીની શરૂઆત થઇ જશે, સામાન્ય રીતે 1 જુને કેરળમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વખતે 31 મેં એટલે કે 1 દિવસ અગાઉ ચોમાસું બેસશે, અને આગામી 16 જુનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ જશે, હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે. તેને કારણે ગુજરાતનું તાપમાન ધીમેધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.

આગામી પાંચ દિવસ માટે ઉત્તર પૂર્વી અરબ સાગરમાં સમુદ્રી હિલચાલને કારણે દરિયામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે.

Monsoon : રાત્રિ દરમિયાન ઠંડો પવન ફૂંકાશે

Monsoon


Monsoon : બપોરના 3 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈને સાંજના 4 વાગ્યાથી 6 દરમિયાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને આ સમયગાળા દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન નોંધાઇ શકે છે. ત્યારબાદ સાંજ પડતાં જ એટલે કે 7 વાગ્યા બાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે 37 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 11 વાગ્યે શહેરનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા આજ રાત્રિ દરમિયાન અમદાવાદવાસીઓને ઠંડકનો અહેસાસ થશે અને રાત્રિ દરમિયાન ઠંડો પવન ફૂંકાશે, જેનાથી લોકો ઠંડક પણ અનુભવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો