Monsoon : ગુજરાત સહીત દેશભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે મોટા રાહતના સમાચાર સામે આવી ચુક્યા છે. દેશમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે અને ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના આગમનની સાથે જ ઘણા રાજ્યોને આકરી ગરમીમાંથી રાહત મળવાની છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસાની એન્ટ્રી અપેક્ષા કરતા બે દિવસ વહેલા થઈ ગઈ છે. ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું છે.
Monsoon : પાછલા એક માસથી કાળઝાળ હીટ વેવથી ત્રાસી ગયેલી દેશની જનતા માટે રાહતના સમાચાર આવી ગયા છે, દેશમાં સામાન્ય કરતા ૨ દિવસ વહેલું ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે અને ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના આગમનની સાથે જ ઘણા રાજ્યોને આકરી ગરમીમાંથી રાહત મળવાની છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસાની એન્ટ્રી અપેક્ષા કરતાં બે દિવસ વહેલા થઈ ગઈ છે. આજે એટલે કે 30મી મેના રોજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું છે.
Monsoon : કોટ્ટાયમમાં ચોમાસાનો પહેલો વરસાદ
કેરળના કોટ્ટયમ જિલ્લાના ઘણા ભાગોમાં ચોમાસાનો પ્રથમ વરસાદ નોંધાયો છે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં ત્રાટક્યું છે અને આજે 30 મે, ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી 1 જૂનના બે દિવસ પહેલા આવી છે. ચોમાસું થોડા કલાકોમાં જ ઉત્તરપૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં પહોંચી જશે.
Monsoon : ‘રેમાલ’ ચક્રવાતથી ચોમાસા જલ્દી પહોંચ્યું
હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત ‘રેમાલ’એ ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધુ છે, ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ- પશ્ચિમ ચોમાસું કેરળમાં આવી ગયું છે.
Monsoon : કેરળમાં ભારે વરસાદ
હવામાન વિભાગના ડેટા અનુસાર, કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના પરિણામે મે મહિનામાં વધુ વરસાદ થયો છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે, જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં તારીખ 5 જૂન છે.
Monsoon : ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ ?
હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઇ શકે છે, જયારે જુન ના અંત સુધીમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે. ચોમાસું સામાન્ય રીતે 27 જૂનની આસપાસ રાજધાનીમાં પહોંચે છે. અહીં, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસું સમયસર પહોંચે તેવી શક્યતાઓ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો