કેરળમાં ચોમાસાની દસ્તક

0
160

કેરળમાં ચોમાસાની દસ્તક

સત્તાવાર રીતે કેરળમાં ચોમાસું શરુ

૨૫ જૂન સુધીમાં ગુજરાત બેસશે ચોમાસું

કેરળમાં ચોમાસાએ દસ્તક દીધી છે.દરેક ક્ષણે હવામાન બદલાઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ગરમી લોકોને પરેશાન કરી રહી છે. લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.દરમિયાન કેરળમાં ચોમાસાની દસ્તક આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે લોકોને સારા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં ચોમાસું આઠ દિવસના વિલંબ બાદ કેરળ પહોંચ્યું છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે.ત્યારે કેરળમાં ચોમાસું પહોચ્યું છે ત્યારે ૨૫ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

નોંધપાત્ર છે કે IMDએ રવિવારે કહ્યું હતું કે કેરળમાં ચોમાસાના આગમનની તારીખથી ત્રણથી ચાર દિવસનો વિલંબ થઈ શકે છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે રાજ્યમાં 1 જૂને લગભગ સાત દિવસના પ્રમાણભૂત વિચલન સાથે આવે છે. વિભાગે મે મધ્યમાં કહ્યું હતું કે તે 4 જૂન સુધીમાં કેરળ પહોંચી શકે છે.

ચોમાસાને લઈને IMD દ્વારા શું માહિતી આપવામાં આવી. આવો જાણીએ…

ભારતીય હવામાન વિભાગે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનોના વધારાને કારણે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ઉપરાંત, પશ્ચિમી પવનોની ઊંડાઈ ધીમે ધીમે વધી રહી છે અને આ પવનોની ઊંડાઈ સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી પહોંચી ગઈ છે. ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચતા હજુ ત્રણથી ચાર દિવસ લાગી શકે છે. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં પણ વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆત માટે આ સાનુકૂળ પરિસ્થિતિઓ આગામી 3-4 દિવસ દરમિયાન વધુ સુધરવાની અમને આશા છે. તેના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. જો કે લગભગ આઠ દિવસના વિલંબ બાદ ચોમાસું હવે કેરળ પહોંચી ગયું છે.

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોત રહો અમારી વેબસાઇટ

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ