હવામાન વિભાગે ભારતમાં ચોમાસાને લઈને નવી આગાહી કરી છે. જે મુજબ, કેરળમાં ચોમાસું આ વખતે થોડું મોડું આવી શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રના ભાગો તરફ આગળ વધ્યું છે. જેથી કેરળમાં ચોમાસું હવે ૪ જુલાઈએ પ્રવેશ કરશે. મહત્વનું છે કે, આપણો દેશની ખેતી ચોમાસા પર નિર્ભર છે. તે વચ્ચે ઉત્તર ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની 52 ટકા સંભાવના છે.