દેશમાં ચોમાસું સરેરાશથી નીચે 94% રહેશે: સ્કાયમેટ
અલનિનોના ગરમ હવાના પ્રવાહો ચોમાસાની ગતિવિધિને ખોરવી શકે છે
જુલાઇથી સપ્ટેમ્બરમાંમાં સરેરાશ 868.6 મિ.મી. વરસાદની સંભાવના
આ વર્ષે ચોમાસા અંગે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટની આગાહી મુજબ આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે . આ વર્ષે સંભવત અલ નિનોના દરિયાની સપાટી પર વહેતા ગરમ હવાના પ્રવાહો ચોમાસાની ગતિવિધિને ખોરવી શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર આગામી ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે. ખાસ કરીને લાંબાગાળાની સરેરાશને આધારે પાંચ ટકા વધતા ઓછા અંશે ચોમાસામાં 94 ટકા વરસાદ પડી શકે છે. આમ જુલાઇથી સપ્ટેમ્બરમાં ચોમાસાની મોસમમાં સરેરાશ 868.8 મી.મી. વરસાદ પડવાની સંભાવના છે.