કેરળમાં બે દિવસમાં ચોમાસું આપી શકે છે દસ્તક

0
179

IMDની ચોમાસાને લઈને આગાહી   

કેરળમાં બે દિવસમાં ચોમાસું દસ્તક આપી શકે

 સારો વરસાદ કૃષિ ક્ષેત્ર માટે સૌથી મહત્વપૂર્ણ

કેરળમાં બે દિવસમાં ચોમાસું દસ્તકઆપી શકે છે .IMDનું કહેવું છે કે સિસ્ટમની રચના ઉત્તર તરફ આગળ વધી રહી છે, જેના કારણે કેરળમાં બે દિવસમાં ચોમાસું દસ્તક આપી શકે છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળના તટ તરફ આગળ વધવાની શક્યતાઓ પર અસર થશે. જૂનના મધ્યમાં કેરળમાં પહોંચશે. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જે તીવ્ર બનશે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે કેરળમાં ચોમાસાના વહેલા આગમનની શક્યતાઓ છે. જોકે, વિભાગે કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખો જાહેર કરી નથી. વિભાગનું કહેવું છે કે દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનો 2.1 કિમી સુધી ચાલે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાદળો ભેગા થાય છે અને એક જ વિસ્તારમાં કેન્દ્રિત રહે છે. IMDનું કહેવું છે કે સિસ્ટમની રચના ઉત્તર તરફ આગળ વધી રહી છે, જેના કારણે દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળના તટ તરફ આગળ વધવાની શક્યતાઓ પર અસર થશે. મેના મધ્યમાં, વિભાગે કહ્યું હતું કે ચોમાસું જૂનના મધ્ય સુધીમાં કેરળમાં પ્રવેશી શકે છે  

Rain 3

જાણો પાછલા વર્ષોમાં દક્ષિણ-પૂર્વ ચોમાસું ક્યારે પ્રવેશ્યું

2022 – મે 29

2021- 3 જૂન

2020- જૂન 1

2019- 8 જૂન

2018- મે 29

હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ અને દ્વીપકલ્પના વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલથી જૂન દરમિયાન ઊંચા તાપમાનની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન, મધ્ય, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની અપેક્ષા છે

ગુજરાતમાં વરસાદની શું છે આગાહી વાંચો