રોડ પર ખાડા હવે પ્રજા પૂરશે! #MONSOON

0
3

MONSOON: રાજયના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વડોદરામાં વરસાદે (MONSOON) રોડ-રસ્તાની હાલત ખરાબ કરી નાંખી છે. જેને પગલે નાગરિકોને ભોગવવાનો વારો આવે છે. વડોદરાના (MONSOON) સરદાર એસ્ટેટમાં તો ખાડામાં રીક્ષા પડતા ચાલક પટકાયો હતો. અને ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં ચાલકે જીવ ગુમાવ્યો છે. રોડ-રસ્તા પરના ખાડા દૂર કરવા માટે તંત્રને અનેક રજુઆતો છતાં કામ સમયસર નહીં થતું હોવાની બુમો ઉઠવા પામી છે. ત્યારે હવે ખાડા પૂરવા માટે નાગરિકો આત્મનિર્ભર બની રહ્યા છે.

તંત્રના પાપે પ્રજા પરેશાન

વડોદરામાં ભારે વરસાદે તંત્રના પ્રિમોનસૂન પ્લાનની (MONSOON) પોલ ખોલી નાંખી છે. ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. આ ખાડા એક વખત જીવલેણ પણ સાબિત થઇ ચૂક્યા છે. છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી અને આયોજનના અભાવે નાગરિકો ભોગવી રહ્યા છે.

MONSOON

ખાડામાં પડી જતા નાના છોકરાને હાથે થયું ફ્રેક્ચર

ચાર-પાંચ દિવસ પહેલા પાદરાનું એક પરિવાર ખાડામાં પડી જતા નાના છોકરાને હાથે ફ્રેક્ચર થયું હતું. બીજા દિવસે સવારે મેં સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરી કે, આ ખાડા તાત્કાલિક પૂરાવો. પરંતુ આજે ત્રણ-ચાર દિવસ થઇ ગયા, પરંતુ તેમણે કોઇ ધ્યાન આપ્યું નથી. અમારા વિસ્તારના કોર્પોરેટર ઉમંગભાઇ, લીલાબેન અને અવનીબેન બધાયને ટેલિફોનિક જાણ કરી છે, પરંતુ આજદિન સુધી કંઇ થયું નથી. જેથી હું સ્વખર્ચે ખાડા (MONSOON) પૂરાવી રહ્યો છું.

જાણો, અંબાલાલ પટેલની મોટી આગાહી શું છે

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે