HomeDeshમની લોન્ડરિંગ કેસઃ સેંથિલ બાલાજીની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવામાં આવી

મની લોન્ડરિંગ કેસઃ સેંથિલ બાલાજીની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવામાં આવી

મની લોન્ડરિંગ કેસ

મંત્રી સેંથિલ બાલાજીની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવામાં આવી

કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 28 ઓગસ્ટ સુધી લંબાવી

મની લોન્ડરિંગ કેસમાં તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીની ન્યાયિક કસ્ટડી 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. કોર્ટે સેંથિલ બાલાજીની જ્યુડિશિયલ કસ્ટડી 28 ઓગસ્ટ સુધી લંબાવી છે. નોકરી કૌભાંડ કેસમાં સેંથિલ બાલાજીની  ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ, જસ્ટિસ એએસ બોપન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી બાલાજીની અરજીને ફગાવી દેતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રોકડ-બદલ-નોકરી કૌભાંડમાં બાલાજીની કસ્ટડીમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.

બાલાજી જે  પાવર, પ્રોહિબિશન અને એક્સાઇઝ મંત્રી છે.તેમની 14 જૂને ધરપકડ કરવામાં આવી હતી અને તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 જૂને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેમને તેમની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં તેમને તમિલનાડુ સરકારની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી અલવરપેટની કાવેરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની સારવાર કરી રહેલા તબીબોએ બાયપાસ સર્જરીની સલાહ આપી હતી.

કથિત મની લોન્ડરિંગ કેસમાં તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીની ન્યાયિક કસ્ટડી 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. સાંસદ/ધારાસભ્યની ચેન્નાઈની વિશેષ અદાલતે જેલ સત્તાધીશોને બાલાજીને આ તારીખે સુનાવણી માટે હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા EDએ બાલાજીના ઘણા નજીકના સહયોગીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. EDએ પૂછપરછ માટે સેંથિલ બાલાજીની પણ અટકાયત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments