કચ્છના MoghalDham ના મહંત મણીધરબાપુ એ આજે અનશન પૂર્ણ કર્યું

0
135

કચ્છના MoghalDham ના મહંત બાપુએ આજે અનશન પૂર્ણ કર્યું છે. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે બાપુએ પારણાં લીધાં હતા. સમગ્ર કચ્છમાં આ ઘટનાને લઈને ભાવિકોમાં હર્ષ અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે.

મોગલધામના મહંત બાપુએ છેલ્લા બે દિવસથી અનુષ્ઠાનરૂપ અનશન ધારણ કર્યું હતું. આજ રોજ તેમના અનશનનો સમાપન થયો છે. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ બાપુના પારણાં કરાવ્યા હતા. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યના મંત્રી તેમજ કચ્છના પ્રભારી પ્રફુલ પાનસરીયાને ફોન કરીને મહંતે રજુ કરેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. પ્રફુલ પાનસુરીયાએ સરકાર તરફથી બાંહેધરી આપી છે કે તમામ મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડી આપવામાં આવશે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કચ્છ જિલ્લાના ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે પણ બાપુના પારણાં થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મહંતે ઉઠાવેલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજુ કરાશે. અનશનના પૂર્ણ થવાથી મોગલધામ ખાતે ભક્તોમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. સંતના આશીર્વાદ અને શાંતિના સંદેશ સાથે સમગ્ર ધામમાં વિશેષ શાંતિનો અનુભવ થયો.

કચ્છના MoghalDham ના મહંત મણીધરબાપુ એ આજે અનશન પૂર્ણ કર્યું
કચ્છના MoghalDham ના મહંત મણીધરબાપુ એ આજે અનશન પૂર્ણ કર્યું
કચ્છના MoghalDham ના મહંત મણીધરબાપુ એ આજે અનશન પૂર્ણ કર્યું
કચ્છના MoghalDham ના મહંત મણીધરબાપુ એ આજે અનશન પૂર્ણ કર્યું
કચ્છના MoghalDham ના મહંત મણીધરબાપુ એ આજે અનશન પૂર્ણ કર્યું

કચ્છ MoghalDham ના મહંત બાપુનું અનશન પુર્ણ

રાપરના ધારાસભ્યએ કરાવ્યા પારણાં

MoghalDham ના મહંત બાપુએ અનુષ્ઠાન બાદ અનશન પૂર્ણ કર્યું

રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ બાપુના પારણાં કરાવ્યા

આવા વધુ સમાચાર માટે જોતા રહો

Swaminarayan ના પુસ્તકો સળગાવી દેવામાં આવશે Bapu નો અનશન પરથી હુંકાર #mogaldham #mogal #mogalmaa