Modi sarkar : મોદી સરકારનું ભવિષ્ય કોના હાથમાં ?

0
267
Modi sarkar
Modi sarkar

Modi sarkar : લોકસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા છે. એ વાત ચોક્કસ છે કે ભાજપે લોકસભાની ચૂંટણીમાં તેના પ્રમાણમાં નબળા દેખાવના કારણોની સમીક્ષા કરવાનું શરૂ કર્યું હશે, પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે ભાજપ આગામી સમયમાં કારણોના તળિયે જઈને તેનો ઉકેલ લાવી શકશે . અત્યારે ભાજપ સામે પડકાર એ નથી કે મોદી સરકારની સ્થિરતા કેવી રીતે મજબૂત કરવી? પરંતુ  તેમની સામે આગામી વિધાનસભાની ચૂંટણીનો મોટો પડકાર છે.

Modi sarkar :  વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપનું ભવિષ્ય નક્કી કરશે

2 97

જો ભાજપ મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને પછી અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકશે તો ઘીના ઠામમાં ઘી પડ્યું કહેવાશે પરંતુ જો તેનાથી વિપરીત પરિણામ આવ્યું તો જનતાને સંદેશ જશે કે હવે ભાજપનો પ્રભાવ ઘટી રહ્યો છે અને બીજું તેના નેતાઓ અને કાર્યકરો સારું પ્રદર્શન કરી શક્યા નથી . આવી સ્થિતિમાં વિપક્ષોને એ જ સંદેશ જશે કે આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી બહાર કરી શકાય છે. જોકે આ સ્થિતિ સર્જાશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં, પરંતુ ભાજપનું મોવડી મંડળ આ અંગે ચોક્કસ વિચાર કરતુ થઇ ગયું છે,   

Modi sarkar :  કાર્યકરોને અવગણવાની ભૂલ હવે ભાજપ નહિ કરે

3 35

જો એકંદરે વિચાર કરવામાં આવે તો ગત લોકસભાનું પરિણામ ભાજપ માટે આંચકા સમાન હતું, જેનું મુખ્ય કારણ નેતાઓ દ્વારા પોતાના જ પાર્ટીના કાર્યકરોને નિરાશ કરવા અને અન્ય પક્ષોમાંથી ભરતી મેળો યોજવો,  લોકસભાના પરિણામો બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નિરાશ થયા છે.કેમ કે  જ્યારે તેમની પોતાની સરકાર હોવા છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી અને તેમનું યોગ્ય કામ પણ થઈ શકતું નથી. અને આજ કારણ ભારતીય જનતા પાર્ટીને પણ નડ્યું છે, ભાજપે આ અંગે મંથન પણ કર્યું હશે તેવી આશા આપને રાખીએ છીએ,   

Modi sarkar :  શું લોકોમાં ભાજપ સરકારથી  મોહભંગ થયો ?  

એક મહત્વની વાત એ પણ છે કે જ્યારે સરકાર અધિકારીઓ પર ખૂબ નિર્ભર બની જાય છે. અમલદારશાહી પર નિર્ભરતાની પ્રતિકૂળ અસર એ છે કે ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓને પણ તેમના કાર્યકરો અને સમર્થકો દ્વારા કાયદેસરના કામ કરાવવામાં મુશ્કેલી પડે છે. બીજીબાજુ  જ્યારે અમલદારોને પણ ખબર પડે છે કે શાસક પક્ષના પ્રતિનિધિઓને મહત્વ આપતા નથી, ત્યારે તેઓ ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓને પણ મહત્વ આપવાનું બંધ કરી દે છે. આ કારણે આ જનપ્રતિનિધિઓના સમર્થકોને પણ ખબર પડી જાય છે કે નેતાજી પોતાની સરકારમાં કામ કરતા નથી અને અહીંથી તેમની નિરાશાની સાથે સાથે સરકાર અને પાર્ટીના નેતૃત્વથી મોહભંગ પણ શરૂ થાય છે.

5 38

Modi sarkar :  જ્યારે સરકાર નોકરશાહી પર વધુ પડતો આધાર રાખે છે, ત્યારે અમલદારો મનસ્વી રીતે કામ કરવાનું શરૂ કરે છે. નોકરિયાત વર્ગ અનિયંત્રિત રહીને મનમાની કરી રહી છે કે કેમ તેની કોઈ તપાસ ન થાય ત્યારે સ્થિતિ વધુ વણસે છે? જેના કારણે સરકાર જમીની વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે. પક્ષના કાર્યકરો જમીની વાસ્તવિકતા વિશે પ્રતિભાવ આપવા માંગતા હોય તો પણ સરકાર કે સંસ્થામાં પ્રતિસાદ લેવા માટે કોઈ નથી.જેનો તાજું ઉદાહરણ રાજ્યમાં હાલમાં પ્રવતર્તી સ્થિતિ છે,  

Modi sarkar :  જો જાણકારોનું માનીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની હેઠળની ભાજપમાં કંઈ નવું નથી કે સરકાર જે ઈચ્છે છે તે જ સંગઠનમાં થાય છે. છતાં પણ સંગઠનમાં લોકસભાની ચૂંટણીમાં ટીકીટ વિતરણમાં કોને કેટલો ભાગ ભજવ્યો એના કારણે લોકસભા ચૂંટણીનું પરિણામ ભાજપની ઈચ્છા અથવા ભાજપની મન મુજબ નથી આવ્યું તે કહી શકાય,   

Modi sarkar :  વોટ બેંકનું અસ્તિત્વ ભાજપ માટે મોટો મુદ્દો  

4 75

 આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે એક ભૂલ કરી હતી કે તેણે સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા જે વર્ગોને પોતાના ગણમાં લાવ્યા હતા તેની તેણે બહુ કાળજી લીધી ન હતી અને માનતા રહ્યા કે તેઓ પહેલાની જેમ જ તેની સાથે રહેશે, પરંતુ ઘણા કારણોસર એવું ન થયું. ભાજપે સરકારી યોજનાઓ દ્વારા લાભાર્થી વર્ગના રૂપમાં જે નવી વોટબેંક બનાવી હતી તેનો ભંગ થયો અને પક્ષની પરંપરાગત વોટબેંક પણ નષ્ટ થઈ ગઈ. કોઈપણ પક્ષે એવું માનવું જોઈએ નહીં કે જે મતદાર જૂથ તેની સાથે જોડાયું છે તે ભવિષ્યમાં પણ તેની સાથે જોડાયેલ રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો