Modi in Gujarat  : ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદી રાજકોટમાં યોજશે જનસભા

0
128
Modi in Gujarat
Modi in Gujarat

Modi in Gujarat  : ગુજરાતમાં આ લોકસભાની જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે, ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં છે. ભાજપ ફરી એકવાર રાજ્યની તમામ 26 બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતર્યુ છે, તો કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સંગઠનો રૂપાલાની રાજકોટથી ટિકીટને રદ્દ કરવા માટે માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે ખુદ પીએ મોદી રાજકોટમાં સભાને સંબોધિત કરવા ગુજરાત આવી રહ્યાં છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની ડિટેલ્સ સામે આવી છે.  

Modi in Gujarat

Modi in Gujarat : વડાપ્રધાન મોદી કરશે રાજકોટમાં જનસભા

Modi in Gujarat  :  ગુજરાતમાં ક્ષત્રિય અને રૂપાલા વિવાદની વચ્ચે આગામી દિવસોમાં ગુજરાતમાં પીએમ મોદી પ્રવાસ કરશે. લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદી ગુજરાતમાં ચાર ઝૉનમાં છ જનસભાને સંબોધશે. માહિતી પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આગામી સમયમાં લોકસભામાં ભાજપ માટે પ્રચંડ પ્રચાર કરશે. 19 એપ્રિલ પછી પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે, તે અનુસાર, રાજ્યમાં કુલ 4 ઝોનમાં 6 જાહેરસભાને પ્રધાનમંત્રી સંબોધિત કરશે. જેમાં 22 એપ્રિલે રાજકોટમાં પીએમ મોદીની એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જાહેરસભાની સાથે પ્રધાનમંત્રીના રૉડશૉનું પણ આયોજન કરાયુ છે.  પીએમ મોદી ગુજરાતમાં એક દિવસમાં બે સભાને સંબોધન કરી શકે છે.

Modi in Gujarat

Modi in Gujarat : રાજ્યમાં રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની રહી છે. એકબાજુ ભાજપ રાજકોટમાંથી રૂપાલાને હટાવવાની ના પાડી રહ્યું છે, તો બીજીબાજુ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર એક બિનરાજકીય સંમેલનમાં અભદ્ર ટિપ્પણી કરી હતી. જે પછી રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો, જે હજુ પણ યથાવત છે. હવે આ બધાની વચ્ચે બન્ને પક્ષો રાજકોટમાં ધમાસાણ કરવા ઉતરી રહ્યા છે. 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજે મહાસંમેલન કરવાનું નક્કી કર્યુ છે, તો સામે ભાજપે 16મી એપ્રિલ મહા સભા કરવાનું એલાન કર્યુ છે. હાલમાં બન્નેએ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

Modi in Gujarat

Modi in Gujarat : ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની લડાઇ રાજકોટમાં વધુ ઉગ્ર બનશે, હાલમાં જ ક્ષત્રિય સમાજે એલાન કર્યુ છે કે, આગામી 14મી એપ્રિલે રાજકોટમાં મહાસંમેલન યોજાશે, જેમાં એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની રાજકોટમાંથી ટિકીટને રદ્દ કરવી જોઇએ. ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભાએ આજે નિવેદન કર્યુ છે, તે પ્રમાણે, આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે. રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.