Narendra Modi : સૌથી વધુ લોકપ્રિય નેતા, નરેન્દ્ર મોદીના દોસ્તનું નામ સૌથી નીચે !

0
1279
Narendra Modi
Narendra Modi

Narendra Modi : આપણા વડાપ્રધાન મોદી ફરીવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં પ્રથમ નંબરે આવ્યા છે, વિશ્વનેતાઓની બરાબરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના તમામ નેતાઓ કરતા ખુબ આગળ છે, મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) ના એક સર્વે અનુસાર વડાપ્રધાન મોદીને 76 ટકા અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે આવ્યા છે, જે સતત ત્રીજી વખત ટોપનું ટોચ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

વડાપ્રધાન મોદી વિશ્વનેતાઓની લોકપ્રિયતામાં સૌથી આગળ (Narendra Modi)

ગ્લોબલ લીડર્સ​​​ ની લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર

વડાપ્રધાન મોદીને સતત ત્રીજી વખત 76% એપ્રુવલ રેટિંગ મળ્યું

narendra modi

ભારત માટે અને એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના ચાહકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર મોખરે છે. 76 % એપ્રુવલ રેટિંગ સાથે તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. બીજા સૌથી લોકપ્રિય નેતાના એપ્રુવલ રેટિંગમાં 10 પોઈન્ટનો તફાવત હતો, મેક્સીકન રાષ્ટ્રપતિ ઓબ્રાડોર (Mexican President Obrador) 66 ટકા રેટિંગ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. સ્વિત્ઝર્લેન્ડ (Switzerland) ના રાષ્ટ્રપતિનું રેટિંગ 58 ટકા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા (Lula da Silva) નું રેટિંગ 49 ટકા હતું, અમેરિકાના રાષ્ટ્રપતિ (jo biden) 40% રેટિંગ સાથે સાતમા સ્થાને છે.  

કેટલા નેતાઓ પર કરવામાં આવ્યો સર્વે | How many leaders were surveyed

આ સર્વે અમેરિકન કન્સલ્ટિંગ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 22 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વેક્ષણ માટેનો ડેટા 6-12 સપ્ટેમ્બર 2023 દરમિયાન એકત્રિત કરવામાં આવ્યો હતો.તમને અહી એક વાત જાણીને આનંદ થશે કે  માત્ર 18% લોકોએ પીએમ મોદીને ડિસઅપ્રુવ કર્યા.

modi

 ડિસઅપ્રુવ રેટિંગમાં કોનું નામ સામેલ | Whose name in disapprove rating

   કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) ડિસઅપ્રુવ રેટિંગમાં ટોપ પર છે. તેમને 58% ડિસઅપ્રુવ રેટિંગ મળ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત સાથે કેનેડાના રાજદ્વારી મતભેદોનું આ પરિણામ હોવાનું માનવામાં આવે છે. આ સાથે હમણાં થોડા સમયથી વડાપ્રધાન મોદીના દોસ્ત બનેલા ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Maloni) ને 52% ડિસઅપ્રુવ રેટિંગ મળ્યું છે.

      તમને જણાવી દઈએ કે   સપ્ટેમ્બર અને એપ્રિલમાં જાહેર કરાયેલા ડેટામાં પીએમ મોદીને 76% રેટિંગ મળ્યું હતું. જ્યારે ફેબ્રુઆરીમાં PM મોદીને 78% એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા હતા.

કોણ છે રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ની પ્રેરણા આપનાર – તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવંથ રેડ્ડી