MODI 3.0 :  આજે મંત્રીઓએ સંભાળ્યા પોતાના મંત્રાલયો, જાણો કોને મળ્યું કયું મંત્રાલય ?  

0
240
MODI 3.0
MODI 3.0

MODI 3.0 :  મોદી કેબિનેટ 3.0માં પોર્ટફોલિયોના વિભાજન બાદ હવે વિવિધ વિભાગોના મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળવાનું શરૂ કરી દીધું છે. આજે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે, જ્યારે અશ્વિની વૈષ્ણવે રેલ્વે મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે.  આવો એક નજર કરીએ આજે કયા કયા મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો હતો..

MODI 3.0 :  અમિત શાહે ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો

મોદી સરકારમાં સતત બીજી વખત ગૃહમંત્રાલયનો ચાર્જ કેન્દ્રીય મંત્રી અમિત શાહને આપવામાં આવ્યો છે, આજે અમિત શાહે  ગૃહ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો આ પહેલા  તેમણે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે ફરજની લાઇનમાં જીવ ગુમાવનારા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

MODI 3.0 :  મનોહર લાલ ખટ્ટરે ઉર્જા મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો

હરિયાણાના પૂર્વ સીએમ અને કરનાલના બીજેપી સાંસદ મનોહર લાલ ખટ્ટરે ઉર્જા મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો,

MODI 3.0 :  એસ જયશંકરે વહેલી સવારે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો

વિદેશ મંત્રી એસ જયશંકરે વહેલી સવારે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો, તમને જણાવી દઈએ કે એસ જય શંકરને મોદી સરકાર ૩.0 માં ફરીવાર વિદેશ મંત્રી તરીકે રીપીટ કરવામાં આવ્યા છે.

MODI 3.0 :  શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા પહેલા તેમને ઘરે મંદિરમાં પૂજાપાઠ કર્યા હતા.

MODI 3.0 : જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો,   સંચાર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મારા માટે સન્માનની વાત છે કે વડા પ્રધાને મને સંચાર મંત્રાલયની જવાબદારી સોંપી છે… તેમના નેતૃત્વમાં, આ વિભાગમાં ક્રાંતિ આવી છે. હું શપથ લઉં છું કે અમે વડા પ્રધાન તેમજ ભારતના 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અનુસાર સેવા પ્રદાન કરીએ.

MODI 3.0 :  કિરેન રિજિજુએ સંસદીય કાર્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

કિરેન રિજિજુએ સંસદીય કાર્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. સંસદીય બાબતોના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કિરેન રિજિજુએ કહ્યું, “મને આ મોટી જવાબદારી સોંપવા બદલ હું પીએમ મોદીનો આભાર માનું છું… અમે એ સુનિશ્ચિત કરીશું કે તમામને સાથે લઈને સંસદને સુચારૂ રીતે ચલાવવાની પીએમ મોદીની ઈચ્છા પૂર્ણ થાય…   તમામ રાજકીય પક્ષો, લોકસભા અને રાજ્યસભાના સભ્યોને તેમના સહકાર માટે વિનંતી કરું છું…

 MODI 3.0 :  જેપી નડ્ડાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

આજે  જગત પ્રકાશ નડ્ડાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો આ પ્રસંગે અનુપ્રિયા પટેલ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી જાધવ પ્રતાપરાવ ગણપતરાવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો