MODI:PM મોદી આજે રિલીઝ કર્યો PM-KISANનો 21મો હપ્તો; ગુજરાતના ખેડૂતોને ₹986 કરોડ સીધા ખાતામાં.#modi,#kishan ,#gujrat

0
124
મોદી

MODI:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના કોઇમ્બતુરમાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 21મો હપ્તો રિલીઝ કર્યો . આ હપ્તા હેઠળ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને ₹18,000 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં પહોંચશે. ગુજરાતના ખેડૂતોને પણ આ હપ્તામાં ખાસ લાભ મળશે.

ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં કુલ ₹986 કરોડથી વધુની સહાય DBT દ્વારા જમા થશે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતાં જણાવ્યુ હતું કે આ હપ્તો ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે.

MODI:

MODI:આ અનુસંધાને ગાંધીનગરમાં રાજ્ય સ્તરનો મુખ્ય કાર્યક્રમ યોજાશે,

જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતા કરશે. તેમના સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પીએમ-કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય-મંજૂરીપત્રોનું વિતરણ પણ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી આજે વર્ચ્યુઅલ રીતે દેશભરના ખેડૂતોને સંબોધિત કરશે. રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ICAR સંસ્થાઓ, કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં લાઈવ પ્રસારણ થશે. ખેડૂતોની મોટી ઉપસ્થિતિ સાથે સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

MODI:

MODI:પીએમ-કિસાન યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 20 હપ્તામાં દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ₹3.91 લાખ કરોડથી વધુની સહાય મળી ચૂકી છે. ગુજરાતના ખેડૂતોને પણ અત્યાર સુધીમાં ₹21,086 કરોડથી વધુની સહાય સીધી DBT દ્વારા જમા થઈ છે.

આજે રિલીઝ થનાર 21મો હપ્તો ખેડૂતોને રબી સિઝન પહેલાં મહત્વપૂર્ણ આર્થિક ટેકો પૂરો પાડશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :

LALO:‘લાલો…’ બની ગુજરાતી સિનેમાનો બોક્સ-ઓફિસ ચેમ્પિયન — ₹62.74 કરોડ ગ્રોસ