મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ આરોપી અમિત ખૂંટની નીકળી અંતિમ યાત્રા #amitkhunt #rajkot #gondal #aniruddhsinh #rajdipsinh #ribda

0
158

#amitkhunt #rajkot #gondal #aniruddhsinh #rajdipsinh #ribda આરોપી અમિત ખૂંટની નીકળી અંતિમ યાત્રા – રાજકોટ શહેરમાં 3 મેના રોજ મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 5 મે, 2025ના રોજ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર મરવા મજબૂર કરવાનો આક્ષેપ કર્યો હતો. 6 મે, 2025ના મંગળવારના રોજ પરિવારે કાર્યવાહીની ખાતરી મળતા મૃતદેહ પરીવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને રીબડામાં અમિત ખૂંટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પિતાની અંતિમ યાત્રા નીકળતા 9 વર્ષનો દીકરો ધ્રસુકે ધ્રુસકે રડ્યો હતો. ત્યાર બાદ તેણે અગ્નિદાહ આપ્યો હતો.

આ અંતિમવિધિમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને ધારાસભ્ય ગીતાબાનો દીકરો ગણેશ ગોંડલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયા, ગોંડલ નાગરિકબેંકના ચેરમેન અશોકભાઇ પીપળીયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, મિત્રો, સગાસંબંધીઓ, ગ્રામજનો સામેલ થયા હતા.

રાજકોટ : અમિત ખૂંટની નીકળી અંતિમ યાત્રા

દીકરાએ ભીની આંખે અગ્નિદાહ આપ્યો

ગણેશ ગોંડલ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે