Mobile sim card rule : નવું સીમકાર્ડ લેવાનું વિચારી રહ્યા છો તો જાણીલો 1 જુલાઈથી બદલાઈ રહ્યા છે આ નિયમો

0
219
Mobile sim card rule
Mobile sim card rule

Mobile sim card rule : જો તમે નવો મોબાઈલ નંબર લેવા માંગો છો, નવું સીમ ખરીદવા જવાનું વિચારી રહ્યા છો, તમે તમારા નંબરને પોર્ટ કરાવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે, કેમ કે TRAI 1 જુલાઈથી સીમકાર્ડને લઈને નવા નિયમો લાવી રહી છે,  

Mobile sim card rule :  સિમ કાર્ડના નવા નિયમોને લઈને સમયાંતરે નવા અપડેટ આવતા હોય છે. હવે મોબાઈલ યૂઝર્સ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. TRAI દ્વારા મોબાઈલ પોર્ટેબિલીટી નિયમમાં બદલાવ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. 1 જુલાઈથી આ નિયમો અમલમાં મુકવામાં આવશે. TRAI દ્વારા ટેલિકમ્યુનિકેશન મોબાઈલ નંબર પોર્ટેબિલિટી રેગુલેશન ડ્રાફ્ટને રિલીઝ કરવામાં આવ્યો છે.  

Mobile sim card rule

Mobile sim card rule :  ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 15 માર્ચ 2024 ના રોજ નવા નિયમો બહાર પાડ્યા હતા. આ નવા નિયમ 1 જુલાઈ 2024 થી દેશભરમાં લાગુ થશે. આ નિયમ પર TRAIનું કહેવું છે કે, ઓનલાઇનના યુગમાં છેતરપિંડી જેવી ઘટનાઓને રોકવામાં મદદ મળશે.

Mobile sim card rule :  કયા નિયમોમાં આવી રહ્યો છે બદલાવ ?

Mobile sim card rule

સિમ કાર્ડ ચોરી કે ડેમેજ થવા પર પહેલા તમને સ્ટોર પરથી તુરંત નવું કાર્ડ મેળવી શકતા હતા, પરંતુ હવે તમારે થોડી રાહ જોવી પડશે, હવે આ બાબતે લોકિંગ પીરિયડ વધારી દેવામાં આવ્યો છે. હવે યૂઝર્સે 7 દિવસ સુધી રાહ જોવી પડશે. ત્યારબાદ જ નવું સિમ કાર્ડ મળી શકશે.

નવા નિયમ મુજબ, જે લોકોએ હાલના દિવસોમાં પોતાનું સિમ કાર્ડ સ્વેપ કર્યું છે, તેઓ પોતાનો મોબાઈલ નંબર પોર્ટ નહીં કરી શકે. ગ્રાહક 7 દિવસ બાદ આ કામ કરી શકશે. એટલે કે MNP નિયમમાં ફેરફાર બાદ આગામી 7 દિવસ બાદ જ નવું સિમ કાર્ડ મળશે.

Mobile sim card rule :  કેમ બદલાયા નિર્ણયો ?

Mobile sim card rule

ઓનલાઇન સ્કેમના ઘણા મામલા સામે આવ્યા છે. ઓનલાઈન સ્કેમ જેવી ઘટનાઓને રોકવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈને TRAI દ્વારા માર્ચ મહિનામાં નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યુ હતુ. હવે એરટેલ, વોડાફોન આઈડિયા, રિલાયન્સ જિયો જેવા યૂઝર્સે હવે એલર્ટ થઈ જવાની જરૂર છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો