Mobile Addiction :બાળકોમાં મોબાઇલ વળગણ ઉંચે ચડી રહ્યું છે.શહેર-ગામની શાળાઓમાં મેદાનોની અછત, સરેરાશ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુ.#KidsScreenTime,#ASER2024,#KidsHealth

0
2
Mobile Addiction
Mobile Addiction

Mobile Addiction :**બાળદિન (14મી નવેમ્બર)**ના અવસરે બાળકોના વિકાસ વિશે વિચારો ત્યારે મોબાઇલનો વધતું વ્યસન. એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ–2024 (ASER) અનુસાર, ગ્રામીણ ગુજરાતમાં 82% બાળકો સ્માર્ટફોન વાપરવા લાગ્યા છે. જેમાં 76% સોશિયલ મીડિયા અને 57% વિદ્યાર્થીઓ શિક્ષણ માટે મોબાઇલનો ઉપયોગ કરે છે.
8 થી 16 વર્ષના બાળકોમાં મોબાઇલ વપરાશનો આંક 83% સુધી પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે બાળકોનું બાળપણ હવે ખુલ્લા મેદાનોમાં નહીં પરંતુ સ્ક્રીનની આવળી દુનિયામાં પસાર થઈ રહ્યું છે.

Mobile Addiction :

Mobile Addiction :મેદાનોની અછત અને વધતો સ્ક્રીન ટાઈમ

ગુજરાતમાં કુલ 53,851 માન્ય શાળાઓ છે, જેમાંથી 6,332 શાળાઓમાં રમતનો મેદાન જ નથી.
સરકારી 33,000 પ્રાથમિક શાળાઓમાંથી 5,000 શાળાઓ મેદાન વિહોણી છે, જ્યારે 12,700 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 78 સરકારી, 315 ગ્રાન્ટ-ઈન-એઈડ અને 255 પ્રાઈવેટ શાળાઓમાં પણ રમવા જગ્યા નથી.

મેદાનો હોવા છતાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોનું ધ્યાન હવે રમતમાં નહીં પણ મોબાઇલ સ્ક્રીન પર છે. એક બાળકનો સરેરાશ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુ નોંધાયો છે, જે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે.

Mobile Addiction :

Mobile Addiction :2010 પછી જન્મેલા બાળકો પર સૌથી વધુ અસર

2010 પછી જન્મેલા બાળકોમાં સ્ક્રીન વપરાશ વધુ છે. બાળપણમાં રડતા બાળકોને શાંત કરવા માટે મોબાઇલ આપવામાં આવવાનું પ્રમાણ વધી ગયું છે. પરિણામે આ બાળકો શારીરિક રીતે નબળા, ઓછી તાકાતવાળા અને સામાજિક રીતે સંકુચિત બની રહ્યા છે.

Mobile Addiction :સમાજ અને તંત્ર માટે એલાર્મ

વિશ્વમાં સૌથી ઝડપથી વધતી સમસ્યામાં બાળ મોબાઇલ એડિક્શન ગણી શકાય. મેદાનોની અછત, વ્યસ્ત જીવનશૈલી અને અતિસરળ ટેક્નોલોજી એક નવી પેઢીને સ્ક્રીન સુધી સીમિત બનાવી રહી છે.
શિક્ષણવિદોનું સ્પષ્ટ માનવું છે કે હવે રાજ્ય સરકાર અને માતા-પિતાએ મળીને બાળકો માટે ‘સ્ક્રીન-લેસ ઝોન’ જેવી નીતિઓ અને રમતા મેદાનોનું નિર્માણ પ્રાથમિકતા પર રાખવાની જરૂર છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :