Mission Water Security:ગુજરાતમાં ચોમાસા પહેલા ‘જળસંચય જન ભાગીદારી 2.0’નો ધમધમાટ; CM એ આપ્યું કલેક્ટરોને લક્ષ્યાંક

0
94
Mission Water

Mission Water Security:આગામી ચોમાસામાં વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાત સરકાર હવે ‘મિશન મોડ’માં કાર્યરત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ચોમાસું શરૂ થાય તે પહેલા જળસંચયના કામોનું આગોતરા આયોજન કરી લેવામાં આવે, જેથી ગુજરાત જળસંચય ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય જળવાઈ રહે.

Mission Water Security:કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત સમીક્ષા બેઠક

Mission Water Security

ભારત સરકારના જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ દિલ્હીથી જોડાયા હતા. આ બેઠકમાં ‘જળસંચય જન ભાગીદારી 2.0’ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

Mission Water Security:બેઠકના મુખ્ય મુદ્દાઓ અને માર્ગદર્શન:

  • ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ: મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જળસંચય યોજના અંતર્ગત કેન્દ્ર તરફથી મળેલી ₹553 કરોડની ગ્રાન્ટ અને દરેક ધારાસભ્યને ફાળવાયેલી ₹50 લાખની ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ-2026 પહેલાં થાય તે સુનિશ્ચિત કરવું.
  • NGOs ની ભાગીદારી: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જળસંચયના કામોમાં બિન-સરકારી સંસ્થાઓ (NGOs) ને વધુમાં વધુ જોડવા અને તેમને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો હતો.
  • બોર રિચાર્જ માટે મોટી રાહત: જુના બોર રિચાર્જ કરવા માટે હવે 90% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે, જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને મળશે.
  • નવો લક્ષ્યાંક: ‘જળસંચય જન ભાગીદારી 2.0’ હેઠળ આગામી 31 મે, 2026 સુધીમાં દેશભરમાં 1 કરોડથી વધુ જળસંગ્રહ સ્ટ્રક્ચરો બનાવવાનું લક્ષ્ય છે, જેમાં ગુજરાત મહત્વનો ફાળો આપશે.
Mission Water Security

Mission Water Security:ગુજરાતની અત્યાર સુધીની સિદ્ધિ

બેઠકમાં વિગતો આપવામાં આવી હતી કે, અભિયાનના પ્રથમ તબક્કા (ફેઝ-1) હેઠળ ગુજરાતમાં કુલ 1,33,522 જળ સંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં ચેકડેમ, તળાવો ઉંડા કરવા, ખેત તલાવડી અને રીચાર્જ ટ્યુબવેલ જેવા કામોનો સમાવેશ થાય છે.

જળસંચય એ માત્ર ફરજ નથી, પરંતુ આત્મસંતોષ આપતું લોકહિતનું કાર્ય છે. સાયન્ટિફિક પદ્ધતિથી પાણીનો સંગ્રહ કરીને આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘જળ આત્મનિર્ભરતા’ના સંકલ્પને સિદ્ધ કરવાનો છે.”ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત

કલેક્ટરોને મિશન મોડમાં રહેવા સૂચના

મુખ્ય સચિવ એમ.કે. દાસે બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જેવા જિલ્લાઓના પ્રેઝન્ટેશન બાદ તમામ કલેક્ટરોને હેલ્ધી કોમ્પિટિશન (સ્વસ્થ સ્પર્ધા) કરવા અને જે જિલ્લાઓ પાછળ છે ત્યાં કામગીરી તેજ કરવા સૂચના આપી હતી.

આ પણ વાંચો :Historic Moment in Vadodara:CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન બુદ્ધના અસ્થિ અવશેષોને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી શ્રીલંકા રવાના કર્યા.