MI vs RCB : આજે આઈપીએલ 2024માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થવાનો છે. અત્યાર સુધી આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. બંને ટીમો જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

MI vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 5 મેચમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી શકી છે. જ્યારે ટીમને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આરસીબીની ટીમ પોતાની પ્લેઈંગ 11માં બદલાવ કરી શકે છે. કેમેરોન ગ્રીનને સ્થાન વિલ જેક્સને સ્થાન મળી શકે છે. આ સાથે જ રીસ ટોપલીને સ્થાને લોકી ફર્ગ્યુસનને તક મળી શકે છે.
MI vs RCB : મુંબઈની ટીમ પ્રથમ 3 મેચમાં હાર બાદ છેલ્લી મેચ જીતી ચૂકી છે. આ જીત સાથે તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. કેપ્ટન હાર્દિક પાંડ્યા વિનિગ કોમ્બિનેશન સાથે કોઈ છેડછાડ કરે તેવી કોઈ શક્યતા નથી.

MI vs RCB : કોનું પલડું ભારે ?

MI vs RCB : મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતવાના ઈરાદા સાથે વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે. પરંતુ હાર્દિક પંડ્યાની ટીમ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવવું આસાન નહીં હોય. કેમ કે બંને વચ્ચેની છેલ્લી 5 મેચોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 વખત મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે, જયારે મુંબઈ ઈન્ડિયન્સ માત્ર એક જ વખત જીતવામાં સફળ રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો