Metro Expansion:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપતો મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે અમદાવાદ મેટ્રો નેટવર્કના ફેઝ-2B પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ મેટ્રો લાઇનને ગિફ્ટ સિટીથી આગળ વધારીને ગાંધીનગરના શાહપુર (IIT) સુધી જોડવામાં આવશે.
Metro Expansion:પ્રોજેક્ટની મુખ્ય વિગતો

- રૂટ: ગિફ્ટ સિટી (GIFT City) થી શાહપુર (IIT ગાંધીનગરની નજીક)
- લંબાઈ: આ નવો મેટ્રો રૂટ 3.3 કિમી લાંબો હશે.
- ખર્ચ: પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹1067 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- સમયમર્યાદા: આગામી 4 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Metro Expansion:કયા નવા સ્ટેશનો બનશે?
આ નવા રૂટ પર 3 અત્યાધુનિક એલિવેટેડ સ્ટેશનો બનાવવામાં આવશે:
- ગિફ્ટ સિટી હાઉસ (GIFT City House)
- ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (Gujarat Biotechnology University)
- શાહપુર (IIT ગાંધીનગર પાસે)
મુસાફરોને શું ફાયદો થશે?
આ વિસ્તરણ બાદ અમદાવાદ અને ગાંધીનગરનું કુલ મેટ્રો નેટવર્ક 71 કિમી થી પણ વધુ લાંબુ થઈ જશે. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓ તેમજ શાહપુર વિસ્તારના રહીશો માટે આ મેટ્રો લાઇન આશીર્વાદરૂપ સાબિત થશે. મેટ્રોના કનેક્ટિવિટી વધવાથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બનશે.




