હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી દક્ષિણ ગુજરાતમાં માવઠુ થઇ શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. જેમાં આજે બનાસકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.