દિલ્હીમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી 

0
68

દિલ્હીંમાં ઘણા ભાગોમાં શનિવારે સાંજે ગાજવીજ, સાથે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ અનુસાર રવિવાર અને સોમવારે પણ દિલ્હીમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, રવિવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ હળવો વરસાદ પડવાની શક્યતા છે.શનિવારે દક્ષિણ દિલ્હીમાં મોટાભાગે વરસાદ પડ્યો હતો. IMD અનુસાર, ગુરુગ્રામના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. IMDની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, 3 અને 4 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ-તોફાન, વીજળીના ચમકારા સાથે કરા પડવાની સંભાવના છે. આ સિવાય પૂર્વોત્તર ભારતમાં 2 થી 5 એપ્રિલ દરમિયાન વ્યાપક વરસાદ-વાવાઝોડું, વીજળી અને તેજ પવનની શક્યતા છે.