MELONI ON AYODHYA : ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રામ મંદિર પર શુભેચ્છા સંદેશ મોકલ્યો? જાણો શું હતો મેસેજ

0
323
MELONI ON AYODHYA
MELONI ON AYODHYA

MELONI ON AYODHYA : સોશિયલ મીડિયા પર જ્યોર્જિયા મેલોનીનો મેસેજ વાઈરલ, શેની આપી શુભકામનાઓ?

અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને કહેવામાં આવી રહ્યું છે કે તેમણે રામ મંદિરને લઈને શુભકામના સંદેશ મોકલ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક જ વાતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. રામ મંદિર. લોકો ફોટો, વીડિયો, રીલ, શોર્ટ્સ, ટેક્સ્ટ, દરેક માધ્યમ દ્વારા ભગવાન રામ સાથે જોડાયેલી પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લાના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો અયોધ્યાના રામ મંદિરમાં પહેલા દિવસે લગભગ 6 લાખ લોકો રામ લલ્લાના દર્શન માટે આવ્યા હતા. આ બધાની વચ્ચે ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મેલોની ઈટાલિયનમાં કંઈક બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને યુઝર્સ કહી રહ્યા છે કે ઈટાલીના વડાપ્રધાને રામ મંદિર માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સાથે યુઝર્સ મેલોનીના વીડિયોનો કથિત અનુવાદ પણ પોસ્ટ કરી રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે કહ્યું, “પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ભારત અને વિશ્વભરના હિંદુઓને શુભકામનાઓ. સેંકડો વર્ષોના સંઘર્ષ પછી તમારી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરીને, તમે વિશ્વ માટે એક દાખલો બેસાડ્યો છે. ઘણો પ્રેમ.”

https://twitter.com/RealBababanaras/status/1749033145759064132/video/1

આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ વાયરલ વીડિયોને શેર કરતા કહ્યું છે કે મેલોનીએ રામ મંદિર માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.

પરંતુ શું સાચે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ રામ મંદિરને લઈને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે? તેનું સત્ય જાણવા માટે જ્યોર્જિયા મેલોનીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર સર્ચ કરવામાં આવ્યું. અહીં મેલોનીનો એવો કોઈ વીડિયો નથી મળ્યો જેમાં મેલોની રામ મંદિર માટે શુભકામનાઓ આપી રહ્યા હોય. આ તપાસ દરમિયાન, તેમના એક્સ હેન્ડલ પર મેલોનીનો એક વીડિયો મળ્યો, જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે. મેલોનીએ 15 જાન્યુઆરીના રોજ પોતાના X હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના કૅપ્શન ઇટાલિયનમાં લખેલું છે. જેનો અનુવાદ થાય છે, “આભાર. તમે બધા જ મારી તાકાત છો.”

MELONI ON AYODHYA

ઇટાલિયન ભાષામાં શોધ કરતાં, ઘણી ઇટાલિયન મીડિયા વેબસાઇટ્સ મળી આવી, જેણે આ વીડિયોનો અહેવાલ આપ્યો કે મેલોનીએ તેના 47માં જન્મદિવસ પર લોકોનો આભાર માન્યો હતો.

આ વીડિયોમાં મેલોની જે બોલી રહ્યા છે અમે તેનો ભાષાનુવાદ કર્યો. જે કરતાં જાણવા મળ્યું કે વાઈરલ વીડિયોમાં મેલોની રામ મંદિર માટે શુભકામનાઓ નથી આપી રહ્યા. તેનો અનુવાદ છે, “સોશિયલ મીડિયા પર મારા જન્મદિવસ પર મોકલવામાં આવેલી શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર. હું હંમેશા આ પ્રોત્સાહનની કદર કરીશ. તમે બધા મારી તાકાત છો, હું તમને બધાને પ્રેમ કરું છું.

આનાથી સ્પષ્ટ છે કે મેલોની તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવનારા લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો