ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 21 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ધોરાજી અને સુત્રાપાડામાં આભ ફાટ્યું અને અને દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વહેલી સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાજકોટના ધોરાજી માં ૬ કલાકમાં જ ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચાર કલાકમાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર સુરત, તાલાલા અને મેંદરડામાં પણ ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદની વચ્ચે જસદણ તાલુકામાં વીજળી પડવાના કારણે ૨૧ વર્ષીય યુવતીનું મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.
આ તરફ ગીર સોમનાથમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ ખાબકતાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો કોડીનારમાં સવાપાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયાં છે અને રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. તો તાલાલા પંથકમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસતાં આંબળાશ ગામની શેરીઓમાં નદીઓ વહેતી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં મેઘરાજા દરરોજ ધબધબાટી બોલાવે છે. ત્યારે આજે પણ બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા .દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 21 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સુરતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વહેલી સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે મેઘરાજાની સટાસટી જોવા મળી છે . જેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.