MEGH TANDAV : આખા રાજ્યને મેઘરાજાએ લીધું બાનમાં, દક્ષિણમાં સુરત, સૌરાષ્ટ્રમાં અમેરલી, મધ્યમાં વડોદરા અને ઉત્તરમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ

0
282
MEGH TANDAV
MEGH TANDAV

MEGH TANDAV : વડોદરામાં મેઘતાંડવ

વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વડોદરામાં સવારે   4 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. માત્ર 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી.

MEGH TANDAV :  કચ્છ અબડાસામાં ધોધમાર વરસાદ

અબડાસામાં પડેલા ધોધમાર વરસાદના કારણે રવાનદીમાં ઘોડાપુર આવ્યું હતું, નદીનો પ્રવાહ ગાંડા સાંઢની જેમ વહ્યો હતો, જેની ચપેટમાં એક લોખંડનો ઢાંચો પણ આવ્યો હતો જે પાણીના પ્રવાહમાં તણાતા તેની ચપેટમાં આવેલા પીજીવીસીએલના 8 થી 10 વીજ પોલ પણ તૂટ્યા હતા જેથી અબડાસાના કેટલાય ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો,  

MEGH TANDAV :  અમરેલીમાં સ્થાનિક નદીમાં ઘોડાપુર

અમરેલી જીલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, અમરેલી શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદી માહોલ સજાવ્યો છે, અમરેલીના નાના ભંડારિયા , વડેરા સહિતના અનેક ગામોમાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી  નાના ભંડારીયા અને વડેરા ગામની સ્થાનીક નદીમાં ઘોડાપુર આવ્યા હતા, જેને જોવા સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા,  

MEGH TANDAV :  બગસરામાં ઘરોમાં ઘુસ્યા પાણી

અમરેલી જિલ્લામા આજે ફરી મેઘરાજાએ મનમુકીને મહેર વરસાવી દીધી હતી. ખાસ કરીને  બગસરામા મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે , સવારના 6 થી 8 વાગ્યાના માત્ર ૨ કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, માત્ર ૨ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા બગસરા શહેરનું જનજીવન પ્રભાવિત થયું હતું , અનેક નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા , બગસરાની  આસોપાલવ સોસાયટી, મધ્યમ વર્ગ સોસાયટીના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા જેથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,  ભારે વરસાદના કારણે બગસરાની સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું,

MEGH TANDAV :  દ્વારકામાં NDRF બની દેવદૂત  

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી ગામમાં ગત બપોરે NDRFના જવાનોએ 15 વ્યક્તિનું સફળતા પૂર્વક રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

MEGH TANDAV : નર્મદાના સાગબારામાં 4 ઇંચ વરસાદ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીની વચ્ચે નર્મદા જિલ્લામાં વરસાદની બ્રેક ફેલ થઇ ગઈ છે, વહેલી સવારથી મેઘરાજા જિલ્લાના તમામ તાલુકાઓ મેઘતાંડવ કરી રહ્યા છે, ભારે વરસાદથી જીલ્લાના તમામ તાલુકા વરસાદથી પ્રભાવિત થયા છે,  સાગબારા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે,  સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેના પગલે સાગબારાના સેલંબા પાસે આવેલ નરવાડી ગામનો પુલ ધોવાઈ ગયો હતો, જેથી સેલંબા ગામમાં પાણી પણ ઘુસ્યા હતા,

MEGH TANDAV :  સુરતમાં ખાડીપુરે હાલત કફોડી કરી

સુરતમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે સુરત ના લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયા હતા  . કમરૂ નગર વિસ્તારમાં ખાડી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય હતી . પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . ખાડી પૂર અને વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા હતા જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો . કેડ સમાં પાણી ભરાતા ફાયર વિભાગ દોડતું થયું . અને ફાયર વિભાગ દ્વારા ફસાયેલ લોકોને રેસક્યું કરીને સલામત જગ્યાએ ખસેડાયા હતા  .

MEGH TANDAV :  નવસારીમાં મેઘતાંડવ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે   નવસારી શહેર સહીત  છ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદને લઈને નવસારીના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે નવસારીના ભેસતખાડા ખાતે આવેલો ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો.

MEGH TANDAV :  સુરતમાં પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા

સુરતમાં રવિવાર બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આથી ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું શહેરને ખાડી પૂરે બાનમાં લીધું છે. ગઈકાલથી ખાડી પૂરથી સ્થિતિ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે, સરથાણા વિસ્તારમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા, સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા, પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા છતાં પોલીસ પોતાની કામગીરી કરી રહી છે,

MEGH TANDAV :  અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપુર

અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સમગ્ર જીલ્લામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. બગસરા પંથકમાં 6 ઇચ જેવો વરસાદ ખાબકતા શેત્રુંજી નંદી મા ઘોડાપુર આવ્યું હતું. શેત્રુંજી નદીમા ઘોડાપુર આવતા અમરેલી પંથકના ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો