Kathmandu : નેપાળની રાજધાની કાઠમાંડૂમાં વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, ઘટનામાં હાલ 18 લોકોનાં મોતની જાણકારી સામે આવી છે. ઘાયલ પાયલટ કેપ્ટન એમ આર શાક્યને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. આ ફ્લાઇટ કાઠમાંડૂથી પોખરા જઈ રહી હતી.
Kathmandu : વિમાને ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ ક્રેશ થયું હતું. 9N-AME પ્લેન સૂર્યા એરલાઈન્સનું હતું. કાઠમંડુ ની સ્થાનિક મીડિયા અનુસાર પોલીસ અને ફાયર ફાયટર્સની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે.
Kathmandu : ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. તેને તરત જ કંટ્રોલમાં લેવામાં આવી હતી. ઘટનાસ્થળથી સામે આવેલી તસવીરમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.
Kathmandu : વિમાનમાં હતો માત્ર પ્લેનનો જ સ્ટાફ
વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. આ માહિતી ખુદ એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી. વિમાન જેવું જ ક્રેશ થયું તો જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં સર્જાયા હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો